T20 વર્લ્ડકપ પહેલા ટીમ ઇન્ડિયા માટે ખરાબ સમાચાર, રોહિત શર્મા ઇજાગ્રસ્ત

Update: 2024-05-05 03:42 GMT

T20 વર્લ્ડ કપ 2024 પહેલાં ભારતીય ટીમ માટે કોઈ સારા સમાચાર નથી આવી રહ્યા. ભારતીય ટીમનો કેપ્ટન રોહિત શર્મા ઈજાનો શિકાર બન્યો છે. જોકે તેની ઈજા બહુ ગંભીર નથી. તેની પીઠ થોડઈ જકડાઈ ગઈ છે અને તેના કારણે તેણે સાવચેતીના પગલે કોલકાતા નાઈટ રાઈડર્સ સામે રમાયેલી મેચમાં ફિલ્ડિંગ કરી નહોતી.હકીકતમાં, જ્યારે મુંબઈ ઈન્ડિયન્સની ટીમ વાનખેડે સ્ટેડિયમમાં KKR સામે રમવા ઉતરી હતી,

ત્યારે કેપ્ટન હાર્દિક પંડ્યાએ એક મોટું અપડેટ આપ્યું હતું. તેણે કહ્યું કે રોહિત શર્મા આ મેચમાં ઈમ્પેક્ટ પ્લેયર તરીકે રમી રહ્યો છે અને તે ફિલ્ડિંગ નહીં કરે. તે સમયે કોઈને ખબર ન હતી કે રોહિત શર્મા ઈમ્પેક્ટ પ્લેયર તરીકે કેમ રમી રહ્યો છે. દરેકના મનમાં અનેક સવાલો હતા કે આ નિર્ણય કેમ લેવામાં આવ્યો.મેચ બાદ મુંબઈ ઈન્ડિયન્સના લેગ સ્પિન બોલર પીયૂષ ચાવલાએ આ પાછળનું કારણ જણાવ્યું હતું. તેણે કહ્યું કે રોહિત શર્મા કેટલીક ઈજાની ફરિયાદ કરી રહ્યો હતો. પીયૂષ ચાવલાએ કહ્યું કે 'આ મેચ પહેલાં રોહિત શર્માની પીઠમાં થોડી જકડાઈ હતી, તેથી મેનેજમેન્ટે તેને સાવચેતીના પગલે મેદાનમાં ઉતાર્યો નહોતો.'

Tags:    

Similar News