BCCI ટી20 વિશ્વકપ માટે આવતીકાલે પોતાની ટીમની કરશે જાહેરાત

Update: 2024-04-29 16:24 GMT

ટી 20 વર્લ્ડ કપ માટે ટીમો જાહેર થવા લાગી છે. સૌથી પહેલા ન્યૂઝીલેન્ડે ટીમ જાહેર કરી છે જે પછી હવે ભારત ટીમ જાહેર કરવા જઈ રહ્યો છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ) 30 એપ્રિલ (મંગળવાર)ના રોજ ટી20 વિશ્વકપ માટે પોતાની ટીમની જાહેરાત કરશે. આ માટે અમદાવાદમાં પસંદગીકારોની મિટિંગ યોજાશે, જે પછી ટીમની જાહેરાત કરવામાં આવશે.

ટીમની કેપ્ટનશીપ રોહિત શર્માના હાથમાં રહેશે. બીસીસીઆઈ સચિવ જય શાહે આ વાતની પુષ્ટિ કરી દીધી છે.

રોહિત શર્માની સાથે સાથે વિરાટ કોહલી અને ટી-20 નંબર-1 બેટ્સમેન સૂર્યકુમાર યાદવનું વર્લ્ડકપ ટીમમાં સ્થાન લગભગ નક્કી છે. આ સાથે જ ઓપનર યશસ્વી જયસ્વાલ અને રિંકુ સિંહને પણ વર્લ્ડકપ રમવાની તક મળી શકે છે. વિકેટકીપર બેટ્સમેનોની વાત કરીએ તો ઋષભ પંત અને સંજૂ સેમસન વર્લ્ડકપ ટીમમાં હોઈ શકે છે. ઓલરાઉન્ડર્સની વાત કરીએ તો હાર્દિક પંડ્યા ટીમમાં એન્ટ્રી કરી શકે છે. શિવમ દુબેની એન્ટ્રી પણ નિશ્ચિત મનાય છે. રવિન્દ્ર જાડેજા અને અક્ષર પટેલમાંથી એકને પણ તક મળી શકે છે. સ્પિન બોલર તરીકે કુલદીપ યાદવ, રવિ બિશ્નોઈ અને યુઝવેન્દ્ર ચહલને સ્થાન મળી શકે છે. ફાસ્ટ બોલિંગ યુનિટમાં જસપ્રીત બુમરાહ અને અર્શદીપ સિંઘનું સ્થાન નિશ્ચિત લાગી રહ્યું છે. ત્રીજા સ્પેશિયાલિસ્ટ ફાસ્ટ બોલર તરીકે મોહમ્મદ સિરાજને પણ સામેલ કરવામાં આવી શકે છે.

Tags:    

Similar News