ચેન્નાઇ સુપર કિંગ્સ રેકોર્ડ 10મી વખત ફાઇનલમાં, ગુજરાત ટાઈટન્સની ટીમને 15 રનથી હરાવ્યું

Update: 2023-05-24 03:49 GMT

IPL 2023ની ક્વોલિફાયર-1 મેચ ચેપોક ખાતે ગુજરાત ટાઈટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાઈ હતી. ક્વોલિફાયર 1માં મહેન્દ્રસિંહ ધોનીની કેપ્તાનીમાં ચેન્નાઈ સુપર કિંગ્સે ગુજરાત ટાઈટન્સને 15 રનથી હરાવ્યું હતું. 23મેના રોજ રમાયેલી મેચમાં CSKએ પ્રથમ બેટિંગ કરતા ગુજરાત ટાઈટન્સને 173 રનનો ટાર્ગેટ આપ્યો હતો. 173 રનના ટાર્ગેટનો પીછો કરતા ગુજરાત ટાઈટન્સ 20 ઓવરમાં 157 રનમાં સમેટાઈ હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, ચેન્નાઈ રેકોર્ડ 10 વખત આઈપીએલની ફાઈનલમાં પહોંચી છે. ચેન્નાઈ સુપર કિંગ્સે ગુજરાત ટાઇટન્સને હરાવીને 10મી વખત IPLની ફાઇનલમાં જગ્યા બનાવી છે. ચાર વખતની ચેમ્પિયન ચેન્નાઈની ટીમે ફાઇનલમાં શાનદાર વાપસી કરી છે. ગત સિઝનમાં તે પ્લેઓફમાં પણ પહોંચી શકી નહોતી. ધોનીની કપ્તાની હેઠળ ટીમ હવે 28મી મેના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પાંચમી વખત ચેમ્પિયન બનવા માટે ઉતરશે.

Tags:    

Similar News