ક્રિકેટર પૃથ્વી શોએ તમામ રેકર્ડ તોડયા, 383 બોલમાં 379 રન ફટકાર્યા...

મેરેથોન ઇનિંગમાં મુંબઈના આક્રમક ઓપનર પૃથ્વી શૉનું તોફાની ફોર્મ ચાલુ છે. અસમ વિરુદ્ધ મુંબઈના આ ધાકડ બેટ્સમેને 383 બોલમાં 379 રન માર્યા હતા.

Update: 2023-01-11 08:10 GMT

મેરેથોન ઇનિંગમાં મુંબઈના આક્રમક ઓપનર પૃથ્વી શૉનું તોફાની ફોર્મ ચાલુ છે. અસમ વિરુદ્ધ મુંબઈના આ ધાકડ બેટ્સમેને 383 બોલમાં 379 રન માર્યા હતા. 49 ચોગ્ગા અને 6 છગ્ગાની મેરેથોન ઇનિંગ દરમિયાન પૃથ્વીએ ઘણા રેકોર્ડ બનાવ્યા છે.

રણજી ટ્રોફીના ઇતિહાસમાં બીજો સૌથી વધુ સ્કોર કરનાર ખેલાડી પૃથ્વી શૉ બન્યો છે. હૈદરાબાદ સામે સંજય માંજરેકરના અણનમ 377 રનનો સ્કોર પાછળ રહી ગયો છે. સૌથી આગળ સૌરાષ્ટ્રની બીબી નિમ્બાલકર છે, જેણે 75 વર્ષ પહેલા સૌરાષ્ટ્ર સામે અણનમ 443 રન બનાવ્યા હતા. ડાબા હાથથી બેટિંગ કરતા આ બેટ્સમેને ઘરેલુ ક્રિકેટમાં પોતાની પહેલી 3 સેન્ચુરી ફક્ત 326 બોલમાં બનાવી અને, ત્યારબાદ ગિયર બદલતા 100 સ્ટ્રાઈક રેટથી રમવા લાગ્યો હતો. રણજી ટ્રોફીમાં મુંબઈ માટે મહાન ભારતીય બેટર સુનીલ ગાવસ્કરનો 340 રનોનો રેકોર્ડ તોડ્યો પછી ભારતના ટેસ્ટ નિષ્ણાંત ચેતેશ્વર પુજારા અને વીવીએસ લક્ષ્મણના ટોટલને પણ પાછળ મૂકી દીધુ છે. પુજા રાએ રણજી ટ્રોફી માટે 2012-23 સીઝનમાં કર્ણાટક વિરુદ્ધ સૌરાષ્ટ્ર માટે 352 રન બનાવ્યા હતા, જ્યારે લક્ષ્મણે 1999-2000 સીઝનમાં હૈદરાબાદ માટે કર્ણાટક વિરુદ્ધ 353 રન બનાવ્યા હતા.

Tags:    

Similar News