DC vs RR IPL 2024: દિલ્હી કેપિટલ્સે રાજસ્થાન રોયલ્સને 20 રનથી હરાવ્યું, પ્લેઓફની આશા રાખી જીવંત

Update: 2024-05-08 04:30 GMT

દિલ્હી કેપિટલ્સે રાજસ્થાન રોયલ્સને 20 રનથી હરાવ્યું છે. ટીમે આ જીત સાથે પોતાની પ્લેઓફની આશા જીવંત રાખી છે. ટોસ હાર્યા બાદ દિલ્હીએ પ્રથમ બેટિંગ કરીને 221 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. દિલ્હી તરફથી જેક ફ્રેઝર મેકગર્કે 50 અને અભિષેક પોરેલે તોફાની રીતે 65 રન બનાવ્યા હતા. રાજસ્થાન જ્યારે ટાર્ગેટનો પીછો કરવા ઉતર્યો ત્યારે યશસ્વી જયસ્વાલે દાવના બીજા જ બોલ પર પોતાની વિકેટ ગુમાવી દીધી હતી. જયસ્વાલે 4 રન અને જોસ બટલરે 19 રનનું યોગદાન આપ્યું હતું. રાજસ્થાન તરફથી કેપ્ટન સંજુ સેમસને સૌથી વધુ 86 રન બનાવ્યા હતા.

222 રનના મોટા ટાર્ગેટનો પીછો કરતા રાજસ્થાન રોયલ્સે પાવરપ્લે ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 67 રન બનાવ્યા હતા. આગામી ઓવરોમાં રનની ગતિ ઝડપથી વધી હતી કારણ કે રિયાન પરાગ પણ તોફાની શૈલીમાં બેટિંગ કરી રહ્યો હતો. આ દરમિયાન 11મી ઓવરમાં પરાગ 27 રનના સ્કોર પર આઉટ થયો હતો. આ ઇનિંગ દરમિયાન તેણે 1 ફોર અને 3 સિક્સર ફટકારી હતી. તે પછી શુભમ દુબે એક છેડેથી અડગ રહ્યો, જ્યારે સંજુ સેમસન સતત બોલરોની ધોલાઈ કરવામાં વ્યસ્ત હતો. પરંતુ સંજુના આઉટ થયા બાદ રાજસ્થાનની ટીમ વાપસી કરી શકી નહીં.

Tags:    

Similar News