Ind Vs Eng: યશસ્વી જયસ્વાલની બેવડી સદી, સૌથી નાની ઉંમરે આ સિદ્ધિ મેળવનાર પ્રથમ બેટ્સમેન બન્યો.!

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની શ્રેણીની બીજી મેચ આજે વિશાખાપટ્ટનમના રાજશેખર રેડ્ડી ACA-VDCA ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ રહી છે.

Update: 2024-02-03 05:09 GMT

ભારત અને ઈંગ્લેન્ડ (Ind Vs Eng) વચ્ચેની શ્રેણીની બીજી મેચ આજે વિશાખાપટ્ટનમના રાજશેખર રેડ્ડી ACA-VDCA ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. 

યશસ્વી જયસ્વાલે 277 બોલમાં પોતાની બેવડી સદી પૂરી કરી છે. તેણે આ મેચમાં શાનદાર બેટિંગ કરી અને એકલા હાથે ભારતના સ્કોરને 400 રનની નજીક પહોંચાડ્યો. તે ટેસ્ટમાં ભારત માટે બેવડી સદી ફટકારનાર ત્રીજો સૌથી યુવા ભારતીય બેટ્સમેન બન્યો છે. તેના પહેલા વિનોદ કાંબલીએ 21 વર્ષની ઉંમરે બે બેવડી સદી ફટકારી હતી. સુનીલ ગાવસ્કરે 21 વર્ષની વયે બેવડી સદી ફટકારી હતી. હવે યશસ્વીએ 22 વર્ષની ઉંમરે આ કર્યું છે.


Tags:    

Similar News