IND vs SA: વનડે સિરીઝની છેલ્લી મેચમાં દક્ષિણ આફ્રિકાને ભારતે સાત વિકેટે હરાવ્યું,

ભારતીય ક્રિકેટ ટીમે દિલ્હીમાં રમાયેલી વનડે સિરીઝની છેલ્લી મેચમાં દક્ષિણ આફ્રિકાને સાત વિકેટે હરાવ્યું હતું

Update: 2022-10-11 15:20 GMT

ભારતીય ક્રિકેટ ટીમે દિલ્હીમાં રમાયેલી વનડે સિરીઝની છેલ્લી મેચમાં દક્ષિણ આફ્રિકાને સાત વિકેટે હરાવ્યું હતું. આ મેચની જીત સાથે જ શિખર ધવનની કેપ્ટનશિપમાં ભારતે દક્ષિણ આફ્રિકાને વનડે સિરીઝમાં 2-1થી હરાવ્યું હતું. છેલ્લી મેચમાં દક્ષિણ આફ્રિકાના બેટ્સમેનોનું પ્રદર્શન ખૂબ જ નિરાશાજનક રહ્યું હતું અને સમગ્ર ટીમ માત્ર 99 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત માટે કુલદીપ યાદવે ઘાતક બોલિંગ કરી અને સૌથી વધુ 4 વિકેટ લીધી હતી.

ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા આવેલી દક્ષિણ આફ્રિકાએ 26 રનમાં પોતાની ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી, ટીમે નિયમિત અંતરે વિકેટ ગુમાવી અને 28મી ઓવરના પ્રથમ બોલમાં 99 રનમાં ટીમ ઓલ આઉટ થઈ ગઈ હતી. દક્ષિણ આફ્રિકા તરફથી હેનરિક ક્લાસને 34 રનનું યોગદાન આપ્યું હતું. કુલદીપ યાદવે 4.1 ઓવરમાં માત્ર 18 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. વોશિંગ્ટન સુંદર, શાહબાઝ અહેમદ અને મોહમ્મદ સિરાજે પણ બે-બે વિકેટ લીધી હતી.



Tags:    

Similar News