IND vs SA : નવા વર્ષમાં 'મિયાંભાઈએ મચાવ્યો કહેર', મોહમ્મદ સિરાજે કેપટાઉનમાં બનાવ્યો એક મહાન રેકોર્ડ..!

દક્ષિણ આફ્રિકાના કેપટાઉનમાં મોહમ્મદ સિરાજની શાનદાર બોલિંગ સામે યજમાન ટીમના બેટ્સમેનો સરી પડ્યા હતા.

Update: 2024-01-03 11:32 GMT

દક્ષિણ આફ્રિકાના કેપટાઉનમાં મોહમ્મદ સિરાજની શાનદાર બોલિંગ સામે યજમાન ટીમના બેટ્સમેનો સરી પડ્યા હતા. બીજી ટેસ્ટ મેચમાં ડીન એલ્ગરે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો, પરંતુ મોહમ્મદ સિરાજે પ્રથમ દાવમાં 6 વિકેટ લઈને યજમાન ટીમને રમતમાં પાછળ ધકેલી દીધી હતી.

ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજે પોતાની ટેસ્ટ કારકિર્દીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું અને સ્કોર 6-15 કર્યો. સિરાજે 9 ઓવરના સ્પેલમાં તેની લાઇન અને લેન્થ સાથે શાનદાર પ્રદર્શન કર્યું હતું. તમને જણાવી દઈએ કે દક્ષિણ આફ્રિકાનો પ્રથમ દાવ 55 રન પર સમેટાઈ ગઇ હતી. સિરાજ સિવાય મુકેશ કુમાર અને જસપ્રિત બુમરાહે 2-2 વિકેટ લીધી હતી.

સિરાજે તેની ચોથી ઓવરમાં એડન માર્કરામને પ્રથમ કેચ આઉટ કર્યો હતો. આ પછી સિરાજે કેપ્ટન ડીન એલ્ગરને ક્લીન બોલ્ડ કર્યો હતો. આ પછી સિરાજે ટોની ડીજ્યોર્જ, ડેવિડ બેડિંગહામ, કાયલ વોરેન, માર્કો જેન્સનને પેવેલિયનનો રસ્તો બતાવ્યો.

Tags:    

Similar News