India vs South Africa : ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે T20 શ્રેણીની પ્રથમ મેચ આજે ડરબનના કિંગ્સમીડ સ્ટેડિયમમાં રમાશે

Update: 2023-12-10 03:31 GMT

ભારતનો સાઉથ આફ્રિકા પ્રવાસ ટી-20 સીરીઝથી શરૂ થઈ રહ્યો છે. આ પછી વનડે શ્રેણી રમાશે અને પ્રવાસનો અંત ટેસ્ટ શ્રેણી સાથે થશે. ત્રણ મેચોની ટી-20 સીરિઝની પ્રથમ મેચ રવિવારે (10 ડિસેમ્બર) ડરબનના કિંગ્સમીડ સ્ટેડિયમમાં રમાશે. યુવા ભારતીય ટીમ પાસે દક્ષિણ આફ્રિકાની ઉછાળવાળી પીચો પર સારું પ્રદર્શન કરવાનો પડકાર હશે. ક્રિકેટના સૌથી ટૂંકા ફોર્મેટમાં દક્ષિણ આફ્રિકામાં ટીમ ઈન્ડિયાનો રેકોર્ડ સારો છે, પરંતુ સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપ હેઠળની ટીમ માટે અહીં જીત મેળવવી આસાન નહીં હોય.

આ ટીમના દમ પર ભારતે ઓસ્ટ્રેલિયાને ઘરઆંગણે 4-1થી હરાવ્યું છે. આવી સ્થિતિમાં યુવા ખેલાડીઓનું મનોબળ સાતમા આસમાને રહેશે. પરંતુ દક્ષિણ આફ્રિકામાં પડકાર અલગ હશે. આફ્રિકન ટીમ પણ શાનદાર ફોર્મમાં છે અને બંને ટીમો વચ્ચે ખૂબ જ રોમાંચક મેચની અપેક્ષા છે.

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રણ મેચોની T20 શ્રેણીની પ્રથમ મેચ રવિવારે (10 ડિસેમ્બર) રમાશે. પ્રથમ મેચ ભારતીય સમય અનુસાર સાંજે 7.30 વાગ્યે શરૂ થશે. પ્રથમ મેચનું સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર જીવંત પ્રસારણ કરવામાં આવશે. તમે Hotstar એપ પર ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની ત્રણ T20 મેચોની શ્રેણીની પ્રથમ મેચ ઓનલાઈન જોઈ શકો છો. તમે મોબાઈલ પર ફ્રીમાં મેચ જોઈ શકશો.

Tags:    

Similar News