પાકિસ્તાન ક્રિકેટ ટીમના ખેલાડીઓ આર્મી સાથે કરશે ટ્રેનિંગ, કારણ જાણી ચોંકી જશો

નકવીના આ અજીબોગરીબ પ્લાનિંગની પાછળ પાકિસ્તાની ટીમના ખેલાડીઓના ફિટનેસ જલ્દી સુધારવા માટે બનાવવામાં આવ્યો

Update: 2024-03-06 09:49 GMT

પાકિસ્તાન ક્રિકેટ ટીમના ખેલાડીઓ ટી20 વર્લ્ડકપ 2024 પહેલા આર્મીની સાથે ટ્રેનિંગ કરશે. તેનો આ કેમ્પ 25 માર્ચ થી 8 એપ્રિલ સુધી હશે. જેની જાહેરાત ઈસ્લામાબાદની એક હોટલમાં યોજાયેલા કાર્યક્રમ દરમિયાન પીસીબીના ચેરમેન મોહસિન નકવીએ પાકિસ્તાન ખેલાડીઓની હાજરીમાં કર્યું છે. નકવીના આ અજીબોગરીબ પ્લાનિંગની પાછળ પાકિસ્તાની ટીમના ખેલાડીઓના ફિટનેસ જલ્દી સુધારવા માટે બનાવવામાં આવ્યો છે.

જેનાથી ખેલાડીઓ મેદાન પર સરળતાથી મોટી મોટી સિક્સ ફટકારી શકે, આ ટ્રેનિંગ કેમ્પ પીએસએલ સીઝન પૂર્ણ થતા એક અઠવાડિયા બાદ શરુ થશે.પીસીબી ચેરમેન મોહસિન નકવીનું નિવેદન જે ESPN Cricinfo અનુસાર, તેણે કાર્યક્રમ દરમિયાન કહ્યું કે જ્યારે હું લાહોરમાં મેચ જોઈ રહ્યો હતો, ત્યારે મને નથી લાગતું કે તમારામાંથી કોઈએ સિક્સર ફટકારી હોય જે સીધી સ્ટેન્ડમાં ગઈ. જ્યારે પણ કોઈ સિક્સ જોતો હતો તો કોઈ વિદેશી ખેલાડીઓએ માર્યો હતો. મે બોર્ડમાં હાજર લોકોને કહ્યું કે, તેમણે એવી યોજના બનાવવી પડશે જેનાથી ખેલાડીઓનું ફિટનેસ સુધારી શકાય

Tags:    

Similar News