શ્રીલંકા ક્રિકેટ બોર્ડને મળી રાહત, ICC એ લગાવેલ પ્રતિબંધ હટાવ્યો

Update: 2024-01-29 04:26 GMT

ICC એ શ્રીલંકા ક્રિકેટ બોર્ડ પરનો પ્રતિબંધ હટાવી લીધો છે. ICCએ રવિવારે આ નિર્ણય લીધો હતો. ICC એ શ્રીલંકન ક્રિકેટ પરનો પ્રતિબંધ તાત્કાલિક અસરથી હટાવી લીધો છે. સરકારની દખલગીરીને કારણે ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે શ્રીલંકન ક્રિકેટ પર પ્રતિબંધ મૂક્યો હતો.

10 નવેમ્બર, 2023 ના રોજ શ્રીલંકા ક્રિકેટને ICC ના સભ્ય તરીકે તેની જવાબદારીઓનું ઉલ્લંઘન કરવા બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું. હવે 21 નવેમ્બરે ICC બોર્ડની બેઠક મળી અને નિર્ણય લેવામાં આવ્યો હતો કે શ્રીલંકા દ્વિપક્ષીય અને ICC ઇવેન્ટમાં રમી શકશે. પરંતુ આ દિવસોમાં રમાઈ રહેલા અંડર-19 વર્લ્ડ કપને દક્ષિણ આફ્રિકામાં ખસેડવામાં આવ્યો હતો જ્યારે પહેલા તે શ્રીલંકામાં રમાવાનો હતો.

ICCએ જણાવ્યું કે હવે તેઓ સંપૂર્ણપણે સંતુષ્ટ છે, ત્યારબાદ શ્રીલંકા બોર્ડ પરથી પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો છે. ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે કહ્યું કે આઈસીસી બોર્ડ પરિસ્થિતિને જોઈ રહ્યું છે અને હવે તે સંતુષ્ટ છે કે શ્રીલંકા ક્રિકેટ હવે સભ્યપદની જવાબદારીઓનું ઉલ્લંઘન કરતું નથી.

Tags:    

Similar News