T20 વર્લ્ડ કપ, IND vs PAK : વર્લ્ડ કપમાં ભારતની શાનદાર જીત, પાકિસ્તાનને 4 વિકેટે હરાવ્યું.!

T20 વર્લ્ડ કપ 2022માં ભારતીય ટીમે પાકિસ્તાનને ચાર વિકેટે હરાવ્યું હતું. જીત માટે 160 રનનો લક્ષ્યાંક ભારતીય ટીમે છેલ્લા બોલે મેળવી લીધો હતો.

Update: 2022-10-23 12:00 GMT

T20 વર્લ્ડ કપ 2022માં ભારતીય ટીમે પાકિસ્તાનને ચાર વિકેટે હરાવ્યું હતું. જીત માટે 160 રનનો લક્ષ્યાંક ભારતીય ટીમે છેલ્લા બોલે મેળવી લીધો હતો. ભારતીય ટીમની જીતમાં વિરાટ કોહલીએ મહત્વની ભૂમિકા ભજવી હતી. કોહલીએ અણનમ 82 રનની ઇનિંગ રમી હતી.

ભારતીય ટીમની આ જીત વાળીના અવસર પર આવી છે, તેથી જીતની ઉજવણી કરવામાં આવે છે. ભારતની જીત બાદ એવું લાગી રહ્યું છે કે આપણે વર્લ્ડ કપ જીતી લીધો છે. આ વિજયમાં દિવાળીના તહેવારે ઉમેરો કર્યો છે. ભારતીય ટીમને છેલ્લી ઓવરમાં જીતવા માટે 16 રનની જરૂર હતી. પાકિસ્તાની બોલર મોહમ્મદ નવાઝે પણ આ ઓવરના પહેલા બોલ પર હાર્દિક પંડ્યાને આઉટ કરાવ્યો હતો. પરંતુ પછીના પાંચ બોલ પર જે થયું તે ઈતિહાસ બની ગયું. નવાઝે પણ છેલ્લી ઓવરમાં નો બોલ નાખ્યો જે સિક્સર માટે ગયો. આ નો-બોલે મેચમાં ભારતની જીત આસાન બનાવી દીધી હતી.

Tags:    

Similar News