ભારત અને પાકિસ્તાનની ટીમના કેપ્ટન આજે કરશે પ્રેસ કોન્ફરન્સ

Update: 2023-10-13 05:26 GMT

ભારત-પાકિસ્તાન ક્રિકેટ મેચને લઈ અમદાવાદમાં તહેવાર જેવો માહોલ છે. બંન્ને ટીમે અમદાવાદ પહોંચી એક પ્રેક્ટિસ સેશનમાં ભાગ લીધો છે. જ્યારે આજે ભારતીય ટીમ બપોરે ફરીથી પ્રેક્ટિસ સેશન માટે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પહોંચશે. ભારતીય ટીમને ITC નર્મદા હોટલમાં રોકાણ આપવામાં આવ્યું જ્યારે પાકિસ્તાનની ટીમને હોટલ હયાતમાં રોકાણ આપવામાં આવ્યું છે.

ભારત અને પાકિસ્તાનની ટીમના કેપ્ટન આજે પ્રેસ કોન્ફરન્સ કરશે. પાકિસ્તાનના કેપ્ટન અને મેનેજમેન્ટ સ્ટાફ બપોરે 2 કલાકે પ્રેસ કોન્ફરન્સ યોજશે. જ્યારે ભારતીય કેપ્ટન અને મેનેજમેન્ટ ટીમ 5:45 કલાકે પ્રેસ કોન્ફરન્સ કરશે. ભારતીય ટીમ પ્રેક્ટિસ બાદ પ્રેસ યોજશે જ્યારે પાકિસ્તાનની ટીમ પ્રેક્ટિસ અગાઉ પ્રેસને સંબોધશે.

બંન્ને ટીમોની હોટેલ સહિત સ્ટેડિયમ જવા આવવાના રૂટ પર મોટી સંખ્યામાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો. ITC નર્મદા હોટેલ પોલીસ છાવણીમાં ફેરવાઈ છે અને ત્રણ અલગ અલગ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ બંદોબસ્તમાં મુકાયા છે. જ્યારે કેશવબાગથી માનસી સર્કલ સુધીના માર્ગ ઉપર ભીડ ન કરવા પોલીસે સુચના આપી છે. જો કે ક્રિકેટરોની એક ઝલક જોવા માટે ક્રિકેટ રસિકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અને અત્યારથી જ ક્રિકેટ રિસકો હોઈ વોલ્ટેજ મુકાબલો જોવા ઉત્સાહિત છે. જો કે ભારત અને પાકિસ્તાને વર્લ્ડકપની અત્યાર સુધીની પોતાની બંન્ને મેચ જીતી છે.

Tags:    

Similar News