સુરતઃ સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં ઢોર ઘૂસી જતાં નાસભાગ મચી

Update: 2018-08-29 07:49 GMT

ઢોર પાર્ટી દ્વારા ઢોરોને ટ્રેકટરમાં લઈ જવાતા દર્દીના પરિવારજનોને રાહત સાંપડી

સુરત સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં પશુપાલકોના ઢોરો ઘૂસી આવતાં સારવાર લઈ રહેલા દર્દીના પરિવારજનોમાં દોડધામ મચી ગઈ હતી. આ બનાવની જાણ ઢોર પાર્ટીના કર્મચારીઓને થતાં તેમણે ઢોરોને પકડી પાડી પશુપાલકોની સ્થાનિક જગ્યા પર છોડી મુકયા હતાં.

બનાવની પ્રાપ્ત માહિતી અનુસાર સુરત સિવિલ હોસ્પિટલમાં કોઈ પશુપાલકોના ઢોરો ભાગીને સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં ઘૂસી ગયા હતાં. ઢોરો ઘૂસી જવાના પગલે સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓના પરિવારજનોમાં નાસભાગ મચી જવા પામી હતી.

સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં ઢોરો ઘૂસી જવાની જાણ ઢોર પાર્ટીના કર્મચારીઓને થતા તેમણે સ્થળ પર ધસી ગયા હતાં. ઢોર પાર્ટીના કર્મચારીઓએ કેમ્પસમાં ઘૂસેલા ઢોરોને પકડવાની કામગીરી હાથ ધરી હતી. ઢોર પાર્ટી દ્વારા પકડેલા ઢોરોને ટ્રેકટર જેવા વાહનમાં ભરીને લઈ જઈ તેની સ્થાનિક જગ્યા પર છોડી દીધા હતાં. આમ ઢોર પાર્ટી દ્વારા ઢોરોને વાહનમાં લઈ જતા દર્દીના પરિવારજનોમાં રાહતની લાગણી વ્યાપી હતી.

Similar News