સુરત : એકલા મુસાફરને એકાંત સ્થળે લઇ જઇને લુંટી લેતી ટોળકી ઝડપાય

Update: 2020-03-14 13:52 GMT

સુરત

ધુળેટીના દિવસે પુત્રીને મળવા માટે આવેલા નાસિકના આધેડને લૂંટી લેનારી રિક્ષાચાલક

ટોળકીને શહેર ક્રાઇમ બ્રાન્ચ પોલીસે લિંબાયત વિસ્તારમાંથી પકડી પાડી છે.

સુરત શહેર

ક્રાઇમ બ્રાન્ચે  એકલા

મુસાફરોને એકાંત જગ્યાએ લઈ જઈ લૂંટ ચલાવનાર ટોળકીની  ધરપકડ કરી છે મહારાષ્ટ્રના નાસિક ખાતે

રહેતો નરેશ કિશનચંદ અગ્રવાલ ધુળેટીના દિવસે પોતાની પુત્રીને મળવા માટે નાસિકથી

સુરત આવ્યાં હતાં. તેઓ રીક્ષા મારફતે વેસુ જઈ રહ્યા હતા રિક્ષાચાલકે નરેશ

અગ્રવાલને મીઠી ખાડી પાસે લઇ જઇ ત્યાં ચપ્પુની અણીએ રૂપિયા 81 હજારની લૂંટ ચલાવી હતી જે બાબતે લિંબાયત

પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. દરમિયાન આધેડને લુંટી લેનારી ટોળકીના

સાગરિતો મહેશનગર પાસે મંદિરના ઓટલા પર બેઠા હોવાની બાતમી ક્રાઇમ બ્રાંચને મળી હતી.

પોલીસે છાપો મારી  ઇચ્છાબા

સોસાયટીમાં રહેતો ઇમરાન ઉર્ફે જવારી સત્તાર શેખ તેમજ મીઠીખાડી ખાતે રહેતાં અલ્લારખા ઉર્ફે અલ્લુ અઝીઝ શેખને ઝડપી

પાડ્યાં હતાં. પોલીસે તેની પાસેથી રોકડ તેમજ મોબાઈલ અને દાગીના મળી કુલ રૂપિયા 1.32 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.બંને

આરોપીઓ એકલા મુસાફરને એકાંતવાળી જગ્યાએ લઇ જઇને લુંટી લેતા હતાં અને રીકશાનો નંબર

ન દેખાય તે માટે નંબર પ્લેટ પર કપડું ઢાંકી દેતા હતાં.

Tags:    

Similar News