સુરત : APMC શાક માર્કેટમાં લોકોએ કોવિડ-19ના નિયમોને મૂક્યા નેવે, જુઓ વિડીયો વાઇરલ થતાં મનપાએ શું કર્યું..!

Update: 2020-09-30 09:51 GMT

સુરત શહેરના APMC શાક માર્કેટમાં કોવિડ-19ના નિયમોને નેવે મૂકી લોકો ભંગ કરતા જોવા મળ્યા હતા, ત્યારે લોકોના ટોળા દેખાતો વીડિયો સોસિયલ મીડિયામાં વાઇરલ થતાં મનપાએ આકસ્મિક ચેકિંગ હાથ ધરી માર્કેટ બંધ કરાવ્યુ હતું.

સુરત શહેરમાં બુધવારના રોજ રોજ સવારે APMC શાક માર્કેટમાં માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સ વગર શાકભાજીના વેપારીઓ ખરીદી કરી રહ્યા હોવાનું સામે આવ્યું હતું. વારંવાર નોટિસ અને દંડ ફટકારવા છતાં શાકભાજીના વિક્રેતા અને વેપારીઓ જાગૃતતા દાખવી રહ્યા નથી, ત્યારે આખરે મનપા દ્વારા APMC સામેના શાક માર્કેટમાં પાલિકા દ્વારા આકસ્મિક ચેકીંગ હાથ ધરાતા અનેક લોકો પકડાયા હતા. જોકે પાલિકાની ટીમને જોઈને શાક વેંચતા ફેરિયાઓમાં ભાગદોડ મચી હતી.

પરંતુ પાલિકાના હાથે ઝડપાયેલા લોકોને કોવિડ-19ની ગાઈડલાઈનનું પાલન કરવા પાલિકાના અધિકારીઓ તાકીદ કરી દંડ ફટકાર્યો હતો. જોકે શહેરમાં છેલ્લા થોડા દિવસોથી પરપ્રાંતિયો આવવાની સાથે સાથે કોરોનાનું સંક્રમણ પણ વધી રહ્યું છે. અગાઉ 200ની આસપાસ કેસ આવતા હતા તે હવે વધીને 300થી વધુ કેસ આવી રહ્યા છે, ત્યારે લોકો પણ બેદરકાર થયા હોવાથી સંક્રમણમાં વધારો થઈ રહ્યો હોવાનું સામે આવતાં મનપા દ્વારા આકરા પગલાં લેવામાં આવી રહ્યાં છે.

Similar News