સુરત : કોરોના ટેસ્ટ મામલે મહારાષ્ટ્રને પણ પાછળ છોડ્યું, મનપા દ્વારા ટેસ્ટિંગ પ્રક્રિયા સઘન

Update: 2020-11-25 10:16 GMT

સુરત જિલ્લાએ હવે કોરોના ટેસ્ટ મામલે મહારાષ્ટ્રને પાછળ છોડ્યું છે. મનપા દ્વારા ટેસ્ટિંગ પ્રક્રિયા સઘન બનાવી તા. 11 નવેમ્બરથી 23 નવેમ્બર સુધી કોરોના ટેસ્ટિંગમાં વધારો કરવામાં આવ્યો છે.

સુરત શહેરે કોરોના ટેસ્ટ મામલે મુંબઇને પણ પાછળ છોડ્યું છે, ત્યારે સુરત શહેરમાં કોરોનાના 17038 ટેસ્ટ થઈ રહ્યા છે, જ્યારે મુંબઇમાં રોજીદા 15 હજાર ટેસ્ટ કરવામાં આવે છે. સુરત શહેરમાં તા. 11 નવેમ્બરથી 23 નવેમ્બર સુધી કોરોના ટેસ્ટિંગમાં વધારો થયો છે. જોકે 13 દિવસમાં RTPCR અને રેપિડ ટેસ્ટ પણ કરવામાં આવી રહ્યા છે. તો સાથે 1,28,345 ટેસ્ટ કરાયા, જેમાંથી 2220 પોઝિટિવ આવ્યા છે, ત્યારે હાલ તો કોરોના ટેસ્ટમાં વધારો કરવામાં આવ્યો છે

Tags:    

Similar News