સુરત સાઇબર ક્રાઇમ પોલીસે ઇન્સ્ટાગ્રામનું એકાઉન્ટ
ફિસિંગ દ્વારા હેક કરીને યુવાનના મિત્રો પાસેથી મદદના નામે રૂપિયા પડાવનાર યુવાનની
ધરપકડ કરી લીધી છે.
વલસાડ જિલ્લાના પારડીની હરિયા પાર્કમાં રહેતાં 21 વર્ષીય અરૂણ ત્યાગીએ ઇન્સ્ટાગ્રામનું એકાઉન્ટ ફિસિંગ દ્વારા હેક કરીને મિત્રો પાસેથી મદદના નામે પેટીએમ તથા ફોન પે દ્વારા રૂપિયા 5.600 મેળવી લઈ છેતરપીંડી કરી હતી. આ બાબતે સુરત સાઇબર ક્રાઇમ પોલીસ મથકે ફરિયાદ દાખલ કરવામાં આવતા પોલીસે તપાસ હાથ ધરી હતી. સાઇબર ક્રાઇમ પોલીસે ટેકનિકલ સર્વેલન્સના આધારે આરોપી અરૂણ શિવકુમાર ત્યાગીની ધરપકડ કરી હતી. પોલીસે આરોપી પાસેથી રૂપિયા 5.600 રિકવર કરી વધુ તપાસ હાથ ધરી છે.