સુરત : જીંગાના તળાવોથી કીમ નદીના પ્રવાહમાં અડચણ, જુઓ કલેકટરે શું કર્યો આદેશ

Update: 2021-01-02 11:44 GMT

સુરત ઓલપાડમાં કીમ નદીના પટમાં ચાલતા ગેરકાયદેસર જીંગા તળાવોથી નદીનો પ્રવાહ અવરોધતો હોવાની ફરિયાદો ઉઠી હતી. નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલમાં ફરિયાદ બાદ જિલ્લા કલેકટરે 14 જેટલા તળાવો 15 દિવસમાં તોડી પાડવા આદેશ કર્યો છે.

સુરત જીલ્લા કલેકટરએ ઓલપાડ તાલુકાના ૧૪ ગામોના જીંગા તળાવ માલિકોને દિવસ ૧૫માં આ ગેરકાયદેસર તળાવો હટાવી દેવા આદેશ કર્યો છે. ચોમાસા દરમ્યાન કીમ નદીમાં પુષ્કળ પાણી આવે છે અને આ પાણી ઓલપાડના કાંઠા વિસ્તારમાં થઇ દરિયામાં વહી જાય છે પરંતુ ગેરકાયદેસર બનાવવામાં આવેલા તળાવોને લઇ આ પાણી દરિયામાં જતું અવરોધાય છે જેને લઇ સુરતના પર્યાવરણ વિદે નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલમાં ફરિયાદ કરી હતી.

Full View

ઓલપાડ તાલુકામાં ડાંગરનો પાક મુખ્યત્વે થાય છે પરંતુ છેલ્લા ૨ વર્ષથી વરસી રહેલા ભારે વરસાદને કારણે ખેડૂતોને આર્થિક નુકશાની વેઠવી પડી છે. કીમ નદીના પ્રવાહમાં અવરોધ ઉભો થતાં વરસાદના પાણી ખેતરોના ભરાઈ જતા પાકને નુકશાન થઇ રહયું છે.

બીજી તરફ આ વિસ્તારના ધારાસભ્ય મુકેશ પટેલ કીમ નદીના પટ સિવાયના તમામ તળાવોને કાયદેસર કરવાની તરફેણમાં છે. અગાઉ તેઓ આ તળાવોને કાયદેસર કરવા વિધાન સભામાં રજૂઆત પણ કરી ચુક્યા છે. તેમનું માનીએ તો આ તળાવોથી હજારો સ્થાનિક તેમજ પરપ્રાંતીય લોકોને રોજગારી મળી રહી છે ઉપરાંત દારૂ માટે બદનામ આ કાંઠા વિસ્તારમાં જીંગાના તળાવો આવ્યા બાદ દારૂનું દુષણ ઓછું થયુ અને દારૂ નો વ્યવસાય કરતા લોકોને જીંગા તળાવમાં રોજગારી મળી છે.

Tags:    

Similar News