સુરત : લોકડાઉનની સ્થિતિ વચ્ચે શ્રમજીવીઓની પગપાળા, હૃદયદ્રાવક દ્રશ્યો સર્જાયા

Update: 2020-03-27 09:02 GMT

સમગ્ર વિશ્વમાં કોરોનાનો કહેર યથાવત છે, ત્યારે દેશભરમાં લોકડાઉનની સ્થિતિ જોવા મળી છે. સુરતમાં રોજીરોટી કમાવવા આવેલા શ્રમજીવીઓ પગપાળા ચાલતા પોતાના વતન જવા રવાના થયા હતા.

કોરોનાના કહેરને નાથવા કેન્દ્ર સરકાર દ્વારા 21 દિવસ માટે સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે, ત્યારે સુરતમાં રોજીરોટી કમાવા માટે આવેલા શ્રમજીવી લોકોને કોઈ સાધન નહીં મળતા પગપાળા ચાલતા પોતાના વતન જવા મજબૂર બન્યા છે. ઉપરાંત લોકોના કામ ધંધા બંધ થઈ જતા તેઓને રોજિંદા જીવન જરૂરિયાતની ચીજવસ્તુ લેવા માટે રૂપિયા પણ ન હોવાથી જીવન જીવવું મુશ્કેલ બની રહ્યું છે, ત્યારે શ્રમજીવી પરિવારમાં નાના બાળકો અને મહિલાઓ પગપાળા ચાલતા જોવા મળતા હૃદયદ્રાવક દ્રષ્યો સર્જાયા હતા.

Similar News