સુરત : વિશ્વ મહિલા દિવસે જ મહિલાઓનું દારૂની હાટડીઓ અને મહિલા અત્યાચારના વિરોધમાં આવેદન

Update: 2021-03-08 17:14 GMT

ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ તેમજ ધમધમતા દારૂના અડ્ડાઓ સહિત માસુમ બાળકીઓ અને મહિલાઓ પર થતી બળાત્કાર જેવી ઘટનાઓ ડામવા કડક કાયદો લાગુ કરવાની માંગ સાથે આજરોજ શિવ-શક્તિ ભીમ-શક્તિ મહિલા માયનોરિટી ફાઉન્ડેશન દ્વારા સુરત જિલ્લા કલેક્ટર અને પોલીસ કમિશનરને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી.

ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં સુરતમાં દારૂની બેફામ હાટડીઓ ચાલી રહી છે. માસુમ બાળકીઓ અને મહિલાઓ પર બળાત્કાર જેવી ઘટનાઓ દિનપ્રતિદિન પ્રકાશમાં આવી રહી છે. સુરત સહિત ગુજરાતમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે. જેના વિરોધમાં સુરત શિવ- શક્તિ ભીમ-શક્તિ મહિલા માયનોરિટી ફાઉન્ડેશન દ્વારા જિલ્લા કલેકટર અને પોલીસ કમિશનરને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી, ત્યારે શહેરમાં બનતી આવી ઘટનાઓને ડામવા માટે કડક કાયદો બનાવવાની માંગ રાજ્ય સરકાર પાસે કરવામાં આવી છે. શહેરમાં ચાલતી દારૂની બદીને ડામવાની પણ માંગ આવેદન પત્ર પાઠવી કરવામાં આવી છે. જ્યાં આગામી દિવસોમાં આવી બદીઓ દૂર નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.

Tags:    

Similar News