સુરત: મનપા અધિકારી ૫૭૦૦૦ હજારની લાંચ લેતા ઝડપાયો

Update: 2019-05-28 09:02 GMT

સુરતમાં થયેલા અગ્નિકાંડમાં અનેક લોકોની સંડોવણી બહાર આવી રહી છે. કેટલાક ભ્રષ્ટાચારીઓની રહેમ નજર હેઠળ ગેરકાયદે બાંધકામ કરવામાં આવે છે. જેમાં થતી દુર્ઘટનાનો ભોગ નિર્દોષ લોકો બને છે. તેવામાં રાંદેર ઝોનના હાઇડ્રોલિક વિભાગમાં ટેક્નિકલ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતો એક કર્મચારી લાંચ લેતા રંગે હાથ ઝડપાયો હતો. ભીખુભાઈ પટેલ નામના કર્મચારીએ એક કોન્ટ્રાક્ટર પાસે ૫૭ હજાર રૂપિયાની લાંચ માગી હતી. જેના આધારે એસીબીએ છટકું ગોઠવીને આ અધિકારીને લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યો હતો.

તાજેતરમાં જ તક્ષશિલા એપાર્ટમેન્ટમાં થયેલા અગ્નિકાંડમાં ૨૨ જેટલા માસૂમોની જીંદગી હોમાઈ ગઇ હતી. આ વિસ્તારમાં પણ વરાછા ઝોનના હાઇડ્રોલિક વિભાગમાં આવે છે અનેક અધિકારીઓને આ અગ્નિકાંડને લઇને નોટિસ પાઠવવામાં આવ્યા પછી પણ સુરત મનપાના એક અધિકારીએ શરમ નેવે મૂકીને લાંચ લેવા માટે પહોંચી જાય છે. જે સાબિત કરે છે કે આટલી મોટી દુર્ઘટના પછી પણ આવા અધિકારીઓની લાંચ લેવાની આદત છૂટતી નથી. હાલ આ મામલે એસીબીએ વધુ તપાસ હાથ ધરી છે.

 

Similar News