સુરત : તુંડી ગામે જુગાર રમતા 5 શકુનીઓને પોલીસે ઝડપ્યા, રૂ. 9.65 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત

Update: 2020-01-22 12:34 GMT

સુરત જિલ્લાના પલસાણા તાલુકાના તુંડી ગામની હદમાં આવેલ વર્ણીરાજ ફાર્મમાં જિલ્લા LCB અને SOG પોલીસની ટીમે જુગાર રમતા 5 જુગરીઓ ઝડપી પાડ્યા હતા.

જિલ્લા LCB અને SOG પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી, તે દરમ્યાન તુંડી ગામની હદમાં આવેલ વર્ણીરાજ ફાર્મમાં રહેતા રહીશ અને ફાર્મની ચોકીદારી કરતો શખ્સ ફાર્મમાં બહારથી માણસો બોલાવી ગજીપાનાનો હાર જીતનો જુગાર રમાડે છે. જે બાતમીના આધારે LCB અને SOG પોલીસે સંયુક્ત રેડ કરતા 5 જુગારીઓને રંગેહાથ ઝડપી પાડ્યા હતા. પોલીસે જુગારીઓ પાસેથી 2 લાખથી વધુની રોકડ, 7 મોબાઈલ અને એક મારુતિ સુઝુકી અર્ટિગા કાર મળી કુલ રૂપિયા 9.65 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Similar News