સુરત : રિંગરોડ વિસ્તારની ટ્રાફિક સમસ્યા અંગે લેવાયો મહત્વપૂર્ણ નિર્ણય, જાણો મોટા વાહનો માટે ક્યારે રહેશે પ્રતિબંધ..!

Update: 2021-01-20 12:18 GMT

ગુજરાતમાં ટ્રાફિક નિયંત્રણ માટે સરકાર દ્વારા અથાગ પ્રયત્નો કરવામાં આવે છે. પરંતુ છેવટે સ્થિતિ યથાવત જ રહેતી હોય છે, ત્યારે સુરતમાં ટ્રાફિક સમસ્યા નિવારવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં શહેરની ટેક્સટાઈલ માર્કેટમાં સવારે 9થી 12 અને સાંજે 6થી 9 સુધી મોટા વાહનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

સુરતના રિંગરોડ વિસ્તાર માટે એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આપને જણાવી દઈએ કે, સુરતમાં ટેક્સટાઈલ માર્કેટ, વિવિધ સંગઠનો અને પોલીસની એક બેઠક મળી હતી. જેમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જેથી હવે સવારે 9થી 12 અને સાંજે 6થી 9 દરમ્યાન ટેમ્પો, લોડિંગ રીક્ષા, છોટા હાથી સહિતના મોટા વાહનો પર અહીના વિસ્તારમાં અવરજવર ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, સુરતની ટેકસટાઇલ માર્કેટનો ટ્રાફિક અનેક વાહનચાલકો માટે હંમેશા અડચણરૂપ સાબિત થાય છે. ઉપરાંત ટેક્સટાઈલ માર્કેટમાં માલની અવર જવરના વાહનોના કારણે ટ્રાફિક લોકો માટે માથાનો દુખાવો બનતો હોય છે. જેથી વારંવારની રજૂઆતો બાદ ટ્રાફિક નિયંત્રણ લાવવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં પ્રતિબંધિત એરિયામાં મોટા વાહનો પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. આ પ્રતિબંધ રિંગ રોડ વિસ્તાર માટે છે, જેને લઈને જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે. જો કોઈ પણ જાહેરનામાનો ભંગ કરતાં જણાશે તો તેના વિરુદ્ધ પોલીસે કડક વલણ અપનાવ્યું છે. તો હવે આ જાહેરનામું શહેરીજનો માટે કેટલું ફાયદાકારક રહેશે તે હવે જોવું રહ્યું.

Tags:    

Similar News