સુરત: ટ્રાફિક જવાન અને વાહન ચાલકો વચ્ચે થઈ ઝપાઝપી, જાણો શું કર્યું હતું ટ્રાફિક જવાને..!

Update: 2020-03-13 12:19 GMT

સુરત શહેરના વરાછા વિસ્તારમાં ટ્રાફિક જવાન અને વાહનચાલકો વચ્ચે ઝપાઝપીની ઘટના સર્જાઈ હતી. જેમાં ટ્રાફિક જવાન દ્વારા અન્ય વાહનને અટકાવતા ઓટો રિક્ષા પલટી મારી ગઈ હતી, ત્યારે રિક્ષામાં સવાર મુસાફરોને ઇજા પહોંચતા લોકોએ ટ્રાફિક જવાનનો ઉધળો લીધો હતો.

મળતી માહિતી અનુસાર, સુરત શહેરના વરાછા વિસ્તારમાં આવેલ ખાંડ બજાર નજીકથી ઓટો રિક્ષાચાલક મુસાફરોથી ભરેલી રિક્ષા લઈને પસાર થઈ રહ્યો હતો, તે દરમ્યાન ટ્રાફિક જવાન દ્વારા અન્ય વાહનને અટકાવવા જતા ઓટો રિક્ષા અચાનક પલટી મારી ગઈ હતી. સમગ્ર ઘટનામાં રિક્ષામાં સવાર 3 જેટલા મુસાફરોને સામાન્ય ઈજાઓ પહોંચી હતી, ત્યારે ઉશ્કેરાયેલા વાહન ચાલકોએ ટ્રાફિક જવાનોની કામગીરી સામે રોષ ઠાલવ્યો હતો. રિક્ષાચાલક અને મુસાફરોએ ભારે હોબાળો મચાવી ટ્રાફિક જવાનનો ઉધળો લીધો હતો. બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જેમાં પોલીસે મધ્યસ્થી કરી સમગ્ર મામલો થાળે પાડ્યો હતો.

Similar News