સુરત : લોકડાઉનની સ્થિતિ વચ્ચે ભરાયું શાક માર્કેટ, જુઓ પછી પોલીસે શું કર્યું..!

Update: 2020-03-28 07:58 GMT

સુરતના પાલનપુર પાટિયા વિસ્તારમાં પટેલ વાડી નજીક ભરાતી શાક માર્કેટને પોલીસ દ્વારા બંધ કરાવવામાં આવી છે. મોટી સંખ્યામાં લોકો બજારમાં એકઠા થતા હોવાથી વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક બંધ કરવાનો નિર્ણય લેવાયો હતો.

કોરોના વાયરસને લઈને સમગ્ર ભારત લોકડાઉન છે. સુરતમાં લોકોને સોશિયલ ડિસ્ટન્સ રાખવા માટે જણાવ્યું છે, ત્યારે શાકભાજી ખરીદવા મોટી સંખ્યામાં લોકો રોડ પર ઉતરી રહ્યા છે. જેમાં સુરતના પાલનપુર પાટિયા વિસ્તારમાં પટેલ વાડી નજીક શાકભાજી માર્કેટ ભરાઈ હતી, ત્યારે મોટી સંખ્યામાં લોકો એકઠા થતાં હોવાથી પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવી તાત્કાલિક શાક માર્કેટને બંધ કરાવી હતી. અત્રતે ઉલ્લેખનીય છે કે, કોરોના વાયરસ એકબીજાને અડવાથી વધારે ફેલાઈ છે, ત્યારે લોકોને સોશિયલ ડિસ્ટન્સ રાખવા પણ અપીલ કરાઈ છે. તેમ છતાં અહી મોટી સંખ્યામાં લોકો એકઠા થતા વહીવટી તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી.

Similar News