સુરત : પોલીસનો બાતમીદાર હોવાની રીસે યુવાનને મરાયો માર, વિડીયો થયો વાયરલ

Update: 2020-04-08 10:38 GMT

સાંપ્રત સમયમાં લોકો થુંકીને કોરોના ફેલાવી રહયાં હોવાની ચર્ચા વચ્ચે સુરતમાંથી એક ચોંકાવનારો વિડીયો સામે આવ્યો છે. પોલીસનો બાતમીદાર હોવાની રીસ રાખી એક યુવાને અન્ય યુવાનને માર મારી થુંક ચટાડયું હોવાનું વિડીયોમાં દેખાઇ રહયું છે.

સોશિયલ મિડીયામાં વાયરલ થયેલા વિડીયોની તપાસ કરવામાં આવતાં આ વિડીયો સુરતના લિંબાયત વિસ્તારનો હોવાનું જાણવા મળી રહયું છે. સફેદ રંગનું શર્ટ પહેરેલા યુવાનને માર મારનાર યુવાનનું નામ સલમાન હોવાનું બહાર આવ્યું છે. સફેદ રંગનું શર્ટ પહેરેલા યુવાને પોલીસને બાતમી હોવાની રીસ રાખી સલમાન તેને બેરહેમી પુર્વક મારી રહયો છે. તમાચાનો વરસાદ વરસાવ્યા બાદ તેને ઉઠબેસ કરાવે છે. આટલે થી ન અટકતાં તે જીપના બોનેટ પર થુંકે છે અને તે થુંકને ચાટવા માટે સફેદ શર્ટ પહેરેલા યુવાનને મજબુર કરે છે. આ વિડીયો સલમાનના સાગરિતોએ બનાવ્યો હોવાની ચર્ચા ચાલી રહી છે. સલમાન પોલીસના નામે દમ મારી લોકોને ડરાવતો હોવાનું પણ સ્થાનિકોએ જણાવ્યું છે. હાલ તો પોલીસે વિડીયોના આધારે સલમાનને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

Similar News