ગેમિંગ યુટ્યુબર ટોટલ ગેમિંગ ઉર્ફે અજ્જુ ભાઈએ આખરે પોતાનો Face Reveal કર્યો

ભારતના પ્રખ્યાત ગેમિંગ યુટ્યુબર ટોટલ ગેમિંગ ઉર્ફે અજ્જુ ભાઈએ તાજેતરમાં પોતાનો ચહેરો જાહેર કર્યો છે.

Update: 2023-12-31 08:14 GMT

ભારતના પ્રખ્યાત ગેમિંગ યુટ્યુબર ટોટલ ગેમિંગ ઉર્ફે અજ્જુ ભાઈએ તાજેતરમાં પોતાનો ચહેરો જાહેર કર્યો છે. તે છેલ્લા 5 વર્ષથી યુટ્યુબ પર વીડિયો અપલોડ કરી રહ્યો છે અને આ દરમિયાન તેની ચેનલના 37 મિલિયન સબસ્ક્રાઈબર્સ થઈ ગયા છે. તેણે શરૂઆતથી પોતાનો ચહેરો બતાવ્યો ન હતો અને લોકો હંમેશા તેનો ચહેરો જોવા માંગતા હતા.

તેણે ફેસ રિવીલના નામ પર તેના ફેન્સને ઘણી વખત પ્રેંક કર્યા છે પરંતુ હવે તેણે રિયલ લાઈફમાં પોતાનો ચહેરો બતાવ્યો છે. 30 ડિસેમ્બર, 2023 ના રોજ સવારે 9:30 વાગ્યે, અજ્જુભાઈએ તેમની ચેનલ પર 4 મિનિટ, 23 સેકન્ડનો વીડિયો પોસ્ટ કર્યો. આમાં તેણે પોતાનો ચહેરો બતાવ્યો અને તેનું નામ પણ જાહેર કર્યું.

Full View

તેમનું સાચું નામ અજેન્દ્ર વરિયા છે. તેના ફેસ રીવીલ વિડીયોને ખુબ જ સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. આ વીડિયો અપલોડ થયો ત્યારથી અત્યાર સુધીમાં 1 લાખ 40 કોમેન્ટ્સ આવી છે અને 7 લાખથી વધુ લોકોએ વીડિયોને લાઈક કર્યો છે.

Tags:    

Similar News