જલ્દી જ 1 હજાર શહેરોમાં 5G લોન્ચ કરશે Jio, ચાલી રહી છે યુદ્ધના ધોરણે તૈયારી

દેશના એક હજાર શહેરોમાં 5G લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે.

Update: 2022-01-23 03:46 GMT

દેશના એક હજાર શહેરોમાં 5G લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે. કંપની તેના 5G નેટવર્ક પર હેલ્થકેર અને ઔદ્યોગિક ઓટોમેશનનું પરીક્ષણ કરી રહી છે. 5G નેટવર્ક પર ડેટાનો વપરાશ વધુ હોવાથી કંપની ઊંચા વપરાશ વિસ્તારો અને ગ્રાહકોને ઓળખવા માટે હીટ મેપ્સ, 3D મેપ્સ અને રે ટ્રેસિંગ ટેક્નોલોજીનો ઉપયોગ કરી રહી છે. ગ્રાહકોની જરૂરિયાતો અનુસાર મજબૂત નેટવર્ક બનાવી શકે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ત્રિમાસિક પરિણામોમાં આ વાત સામે આવી છે.Jio એ ગ્રાહક આધારિત 5G સોલ્યુશન્સ વિકસાવવા માટે ઘણી ટીમો બનાવી છે. જેમને ભારત તેમજ અમેરિકામાં તૈનાત કરવામાં આવ્યા છે જેથી તેઓ વિવિધ પ્રકારના 5G સોલ્યુશન્સ વિકસાવી શકે. કંપનીનું માનવું છે કે આ ટીમો એવા 5G સોલ્યુશન્સ બનાવશે જે ટેકનિકલ સ્તરે વિશ્વની બરાબર અથવા વધુ સારા હશે. આ ઉપરાંત, કંપનીએ યુરોપમાં એક ટેક્નોલોજી ટીમ પણ બનાવી છે જે 5G થી આગળની તૈયારી કરશે.કંપની 5Gની ઝડપી તૈનાતી માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું પણ ઝડપથી વિસ્તરણ કરી રહી છે. સાઇટ્સ પર ફાઇબર અને વીજળીની ઉપલબ્ધતા પણ વધારવામાં આવી રહી છે. જેથી કરીને જ્યારે 5G રોલઆઉટનો સમય આવે ત્યારે તેમાં કોઈ વિક્ષેપ કે વિલંબ ન થાય.

Tags:    

Similar News