Lenovo એ ઇન-બિલ્ટ સ્પીકર સાથે સ્માર્ટ ચશ્મા કર્યા લોન્ચ, જાણો કિંમત.!

Lenovo એ તેના નવો સ્માર્ટ ગ્લાસ Lenovo Glasses T1 લોન્ચ કર્યો છે. Lenovo Glasses T1માં 1080x1920 પિક્સેલના રિઝોલ્યુશન સાથે બે માઇક્રો OLED ડિસ્પ્લે છે.

Update: 2022-09-01 08:08 GMT

Lenovo એ તેના નવો સ્માર્ટ ગ્લાસ Lenovo Glasses T1 લોન્ચ કર્યો છે. Lenovo Glasses T1માં 1080x1920 પિક્સેલના રિઝોલ્યુશન સાથે બે માઇક્રો OLED ડિસ્પ્લે છે. બંને ચશ્માનો રિફ્રેશ રેટ 60Hz છે. Lenovo Glasses T1 માં ડિસ્પ્લે પર ચાલતી સામગ્રી માટે ઇન-બિલ્ટ સ્પીકર છે. Lenovo Glasses T1 ના ડિસ્પ્લેનો કોન્ટ્રાસ્ટ 10,000:1 છે. Lenovo Glasses T1 ને એન્ટી-ફ્લિકર અને લો બ્લુ લાઈટ માટે TUV રેઈનલેન્ડ પ્રમાણપત્ર પણ પ્રાપ્ત થયું છે.

Lenovo Glasses T1ને ચીનમાં Lenovo Yoga Glass તરીકે રજૂ કરવામાં આવ્યું છે અને તેનું વેચાણ આ વર્ષના અંત સુધીમાં શરૂ થશે. આ સિવાય અન્ય બજારોમાં તેનું વેચાણ 2023 સુધીમાં શરૂ થશે. ભારતીય બજારમાં આ સ્માર્ટ ચશ્માના લોન્ચના કોઈ સમાચાર નથી.

Lenovo Glasses T1 ની વિશિષ્ટતાઓ

Lenovo Glasses T1માં બે માઇક્રો OLED ડિસ્પ્લેનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ડિસ્પ્લેનો રિફ્રેશ રેટ 60Hz છે. ચશ્મા સાથે હાઈ રેઝિસ્ટન્ટ હિન્જ આપવામાં આવ્યા છે. આ સિવાય નોઝ પેડ અને એડજસ્ટેબલ ટેમ્પલ આર્મ છે. આ ગોગલ્સ સાથે બ્લુ લાઈટ ફિલ્ટર પણ મળશે.

તેમાં મોટોરોલા ફોન સાથે કનેક્ટ થવા માટે રેડી ફોર નામનું ફીચર પણ છે. Lenovo Glasses T1 નો ઉપયોગ Android અને iOS બંને ફોન સાથે થઈ શકે છે. તેને કોમ્પ્યુટર સાથે પણ કનેક્ટ કરી શકાય છે. ચાર્જિંગ માટે, તેમાં USB Type-C પોર્ટ છે અને બોક્સમાં કેબલ પણ ઉપલબ્ધ હશે.

Tags:    

Similar News