હવે એકસાથે 4 ડિવાઈસ પર ચાલશે વ્હોટ્સએપ,વાંચો કઈ રીતે આ ફીચર કરશે કામ

વ્હોટ્સએપના આ નવા ફીચરમાં તમે એકસાથે 4 ડિવાઈસ પર કોઈપણ વ્હોટ્સએપ એકાઉન્ટ લોગઈન કરી શકશો.

Update: 2023-04-26 07:37 GMT

વ્હોટ્સએપએ મોટો ફેરફાર કર્યો છે. આ અંતર્ગત હવે તમે એકસાથે ચાર ફોનમાં એક જ એકાઉન્ટનો ઉપયોગ (લોગ-ઇન) કરી શકશો. જો કે, આ ફીચર હજુ દરેક જગ્યાએ રોલઆઉટ કરવામાં આવ્યું નથી. આગામી દિવસોમાં તેને ધીમે ધીમે દરેક જગ્યાએ લાગુ કરવામાં આવશે.વ્હોટ્સએપની પેરેન્ટ કંપની METAના CEO માર્ક ઝકરબર્ગે આ નવા ફીચર વિશે માહિતી આપી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક પર એક પોસ્ટ દ્વારા યુઝર્સને આ અંગેની અપડેટ આપી છે. વ્હોટ્સએપના આ નવા ફીચરમાં તમે એકસાથે 4 ડિવાઈસ પર કોઈપણ વ્હોટ્સએપ એકાઉન્ટ લોગઈન કરી શકશો.

આ તમામ ડિવાઇસ સ્વતંત્ર રીતે કામ કરશે. આ સિવાય, જ્યારે પ્રાથમિક ડિવાઇસ પર નેટવર્ક ન હોય ત્યારે પણ, WhatsApp યુઝર્સ અન્ય ગૌણ ડિવાઇસ પર વ્હોટ્સએપ ચલાવી શકશે. યુઝર્સ મેસેજ કરી શકશે અને રિસીવ પણ કરી શકશે. પરંતુ જો યુઝર્સ પ્રાથમિક ડિવાઇસ પર એકાઉન્ટ લાંબા સમય સુધી ઇનએક્ટિવ રહે છે, તો એકાઉન્ટ અન્ય ડિવાઇસમાંથી આપમેળે લોગ આઉટ થઈ જશે. જો વ્હોટ્સએપ યુઝર પ્રાઈમરી ડિવાઈસની સાથે અન્ય ડિવાઈસ પર લોગ-ઈન કરવા ઈચ્છે છે, તો તેણે સેકન્ડરી ડિવાઈસની વ્હોટ્સએપ એપ્લીકેશન પર જઈને ફોન નંબર એન્ટર કરવો પડશે. આ પછી પ્રાઈમરી ફોન પર OTP આવશે. જે એન્ટર કર્યા પછી તમે અન્ય ડિવાઇસ ઉપર પણ લોગ ઈન થઈ જશો. એ જ રીતે પ્રાથમિક ડિવાઇસ પર કોડ સ્કેન કરીને અન્ય ડિવાઇસને પણ લિંક કરી શકાય છે.

Tags:    

Similar News