Pixel 8 Launch Date : Google ફ્લેગશિપ Pixel 8 સીરીઝના લોન્ચ ડેટની કરી જાહેરાત

Update: 2023-08-31 03:38 GMT

Apple પછી હવે ગૂગલે તેની ફ્લેગશિપ Pixel 8 સીરીઝના લોન્ચ ડેટની જાહેરાત કરી છે. Pixel 8 સીરીઝ 4 ઓક્ટોબરે લોન્ચ થશે. નોંધનીય છે કે ગઈકાલે Appleએ iPhone 15 લોન્ચ કરવાની તારીખ જાહેર કરી છે, જે 12 સપ્ટેમ્બર છે.

Pixel 8 લોન્ચ ઈવેન્ટ અમેરિકાના ન્યુયોર્કમાં યોજાશે અને તે ફિઝિકલ હશે. આ દરમિયાન કંપનીના સીઈઓ સુંદર પિચાઈ પણ હાજર રહેશે. ગત વખતની જેમ આ વખતે પણ ગૂગલે તેના Pixel સ્માર્ટફોનની ડિઝાઈન લોન્ચ કરતા પહેલા જ જાહેર કરી દીધી છે. કંપનીએ તાજેતરમાં ફોલ્ડેબલ સ્માર્ટફોન પણ લોન્ચ કર્યો છે જે ભારતમાં ઉપલબ્ધ નથી.

જો કે, તે સ્પષ્ટ નથી કે આ ઇવેન્ટમાં વધુ Google હાર્ડવેર લોન્ચ કરવામાં આવશે કે નહીં. સામાન્ય રીતે Google તેની હાર્ડવેર ઇવેન્ટ્સમાં અન્ય ઘણા ઉત્પાદનો પણ લૉન્ચ કરે છે જેમાં Fitbit અને Nest ના ડિવાઇસ પણ શામેલ છે.

Pixel 8 સાથે Pixel સ્માર્ટ વોચ પણ લોન્ચ કરવામાં આવશે. આ સિવાય કંપની Pixel Buds A સીરીઝ અને Pixel Buds Proના નવા વર્ઝન પણ લોન્ચ કરી શકે છે. Pixel 8 iPhone 15ના થોડા અઠવાડિયા પછી આવશે તેથી તે Apple માટે પડકાર બની શકે છે.

Tags:    

Similar News