સેમસંગ લઈને આવી રહ્યું છે તમારા માટે 2 ઘાંસુ ફોન, જાણો લોન્ચિંગની તારીખ

આ ફોનમાં AI- સક્ષમ ફોટો-એડિટિંગ સુવિધાઓ હશે, પરંતુ સેમસંગ દ્વારા હજુ સુધી વિગતો જાહેર કરવામાં આવી નથી.

Update: 2023-12-22 07:39 GMT

સેમસંગ 26મી ડિસેમ્બરે ભારતમાં તેના લેટેસ્ટ Galaxy A15 5G અને Galaxy A25 5G સ્માર્ટફોન લોન્ચ કરવા જઈ રહ્યું છે. કંપનીએ પોતે લોન્ચ ઇવેન્ટ વિશે માહિતી આપી છે અને બંને મિડ-રેન્જ ફોનના કેટલાક મુખ્ય ફીચર્સ પણ જાહેર આગામી Galaxy A25 5G સ્માર્ટફોનમાં વધુ સારા કન્ટેન્ટ જોવાના અનુભવ માટે વિઝન બૂસ્ટર ટેક્નોલોજી સાથે 120Hz સુપર AMOLED ડિસ્પ્લે છે. તેમાં 50-મેગાપિક્સલનો ટ્રિપલ રીઅર કેમેરા સેટઅપ છે, જે શેક-ફ્રી ફોટા અને વીડિયો માટે OISને સપોર્ટ કરે છે. આ સાથેજ Galaxy A25 5G માં ઘણી AI- સક્ષમ ફોટો-એડિટિંગ સુવિધાઓ હશે, પરંતુ સેમસંગ દ્વારા હજુ સુધી વિગતો જાહેર કરવામાં આવી નથી.

'Galaxy A15 5G અને Galaxy A25 5Gમાં Knox Vault ચિપસેટ આપવામાં આવશે. તે ડેટા માટે ટેમ્પર-પ્રતિરોધક વાતાવરણ પૂરું પાડે છે જે વપરાશકર્તાઓના ઉપકરણો માટે સૌથી મહત્વપૂર્ણ છે. નોક્સ વૉલ્ટ PIN, પાસવર્ડ્સ, બાયોમેટ્રિક્સ અને સુરક્ષા-ક્રિટીકલ કીને બાકીનાથી અલગ કરે છે અને તેમને સુરક્ષિત મેમરીમાં સ્ટોર કરે છે

Tags:    

Similar News