કર્મચારીઓ માટે સરકાર નવા નિયમો લાવવાની તૈયારીમાં; જુઓ કેટલા દિવસ કરવું પડશે કામ અને કેટલી મળશે રજા

Update: 2021-02-09 13:46 GMT

શ્રમ અને રોજગાર મંત્રાલય ટૂંક સમયમાં ચાર નવા લેબર કોડ માટેના નિયમોને અંતિમ સ્વરૂપ આપવાની પ્રક્રિયા પૂર્ણ કરે તેવી સંભાવના છે. શ્રમ અને રોજગાર સચિવ અપૂર્વ ચંદ્રાએ સોમવારે જણાવ્યું હતું કે, સપ્તાહમાં 48 કલાક કામ કરવાનો નિયમ ચાલુ જ રહેશે, પરંતુ કંપનીઓને ત્રણ શિફ્ટમાં કામ કરવાની મંજૂરી આપવામાં આવી શકે છે. ચંદ્રાના જણાવ્યા પ્રમાણે, 12 કલાકની શિફ્ટવાળા સપ્તાહમાં 4 દિવસ કામ કરવાની અને 3 દિવસ રજા રાખવાની મંજૂરી મળી શકે છે. એ જ રીતે 10 કલાકની શિફ્ટના લોકોને 5 દિવસ અને 8 કલાકની શિફ્ટવાળા લોકોને સપ્તાહમાં 6 દિવસ કામ કરવું પડશે.

ચંદ્રાએ કહ્યું હતું કે સરકાર ટ્રેડ યુનિયનો દ્વારા 12 કલાકની દૈનિક વર્ક શિફ્ટ અને ત્રણ દિવસના પેડ લીવ અંગે કરવામાં આવેલા વાંધા અંગે વિચારણા કરી રહી છે.

એક અઠવાડિયામાં મહત્તમ 48 કલાક કામ હશે. જો કોઈ દિવસમાં 8 કલાક કામ કરે છે, તો અઠવાડિયામાં 6 દિવસો કામ કરવાનું રહેશે. જો કોઈ કંપની તેના કર્મચારીઓ માટે દિવસના 12 કલાક કામ કરવાનું પસંદ કરે છે, તેનો અર્થ અઠવાડિયામાં ચાર દિવસનું કામ અને ત્રણ રજાઓ રહેશે. આ સ્કીમ પર એક્સપર્ટનું કહેવું છે કે નવો લેબર કોડ લાગુ થયા પછી કંપનીઓ પાસે 8થી 12 કલાક વર્ક ડે પસંદ કરવાની આઝાદી રહેશે. કંપનીઓની માગ, ઈન્ડસ્ટ્રી અને લોકેશન પ્રમાણે વર્ક ડે પસંદ કરી શકે છે.

જોકે અમુક નિષ્ણાતોનું માનવું છે કે એક દિવસમાં 12 કલાક કામથી 24 કલાક ચાલતી કંપનીઓમાં 1 દિવસમાં માત્ર 2 શિફ્ટ ચાલી શકે છે. એને કારણે રોજગારીની તક ઘટી શકે છે. એ સિવાય લાંબી શિફ્ટથી કર્મચારીઓનાં કામ અને લાઈફ બેલેન્સ પર અસર થઈ શકે છે.

સુરત : મહાનગરપાલિકાની ચૂંટણી ટાણે સ્થાનિક નેતાઓ પ્રત્યે મતદારોમાં રોષ, જુઓ શું છે સ્થાનિકોની માંગણી અને કેમ નોંધાવ્યો વિરોધ..!

Tags:    

Similar News