સુપ્રસિદ્ધ સંગીતકાર એ. આર. રહેમાનને કરચોરીના આરોપમાં નોટિસ ફટકારી

Update: 2020-09-11 12:07 GMT

સંગીતકાર એ. આર. રહેમાનને મદ્રાસ મદ્રાસ હાઈકોર્ટ દ્વારા 9  વર્ષ જુના આવકવેરાની ચોરીના કેસમાં નોટિસ આપવામાં આવી છે. રહેમાન પર ટેક્સ બચવવા માટે  3.47  કરોડની આવક છુપાવવાનો આરોપ છે. રહેમાનને 2011-12ના નાણાકીય વર્ષ દરમ્યાન 3.47 કરોડ રૂપિયા યુકે બેઝ્ડ ટેલિકોમ કંપનીની એક્સક્લુઝિવ રિંગટોન કમ્પોઝ કરવા માટે મળ્યા હતા. આ કોન્ટ્રાક્ટ ત્રણ વર્ષ માટે હતો જેમાં રહેમાને કંપનીને તેમના ટ્રસ્ટ એઆર રહેમાન ફાઉન્ડેશનને ડિરેકટ પેમેન્ટ કરવા કહ્યું હતું.

આવકવેરા વિભાગના એડવોકેટે દાવો કર્યો હતો કે આ કામથી થતી આવક રહેમાનના પોતાના ખાતામાં ગઈ હોવી જોઈએ, જેના આધારે આવકવેરો ભરવો જોઇએ. આવકવેરો ઘટાડ્યા પછી, તે ચેરિટેબલ ટ્રસ્ટને આપી શકાય છે. ફેબ્રુઆરીમાં, મદ્રાસ હાઈકોર્ટે જીએસટી કમિશનરના આદેશ પર વચગાળાના સ્ટે આપ્યો હતો, જેમાં રહેમાનને 6.79 કરોડની બાકી રકમ ચૂકવવા અને તે જ રકમની માંગણી કરવામાં આવી હતી.

જીએસટી અધિકારીઓએ કહ્યું હતું કે રહેમાન ફિલ્મો માટે પૈસા કમાઇ રહ્યો છે અને રોયલ્ટીથી આવક મેળવે છે. જીએસટી પ્રમાણે સેવાઓ પર ટેક્સ લાગે છે અને તેમણે રહેમાન પર સર્વિસ ટેક્સ નહીં ભરવાનો આરોપ લગાવ્યો હતો.

Tags:    

Similar News