ભારતનું સૌથી મોટુ ઇગ્લૂ રેસ્ટોરન્ટ વિશ્વભરમાં છે પ્રસિધ્ધ, જરૂરથી લો મુલાકાત

Update: 2022-02-11 09:19 GMT

લગ્નની સિઝનના કારણે, તાજેતરમાં ઘણા લગ્નો થયા છે. આવી સ્થિતિમાં, કપલ્સ હનીમૂન પર જવા માંગે છે અથવા વેલેન્ટાઇન ડે સેલિબ્રેટ કરવાનો પ્લાન ધરાવે છે, તેઓ તેમના પાર્ટનર સાથે સુંદર સ્થળોએ જવા માંગે છે. તાજેતરમાં જ એક્ટ્રેસ મૌની રોય તેના પતિ સાથે હનીમૂન પર કાશ્મીર ગઈ હતી. જો તમે પણ તમારા પાર્ટનર સાથે ફરવાનું પ્લાનિંગ કરી રહ્યા છો તો તમે કાશ્મીર જઈ શકો છો. કાશ્મીરને પૃથ્વી પરનું સ્વર્ગ કહેવામાં આવે છે. તમારા જીવનસાથી સાથે ફરવા માટે ઘણી સુંદર જગ્યાઓ છે. કાશ્મીરની પ્રાકૃતિક સુંદરતા તમને મોહિત કરશે. કાશ્મીરને હનીમૂનનું શ્રેષ્ઠ સ્થળ માનવામાં આવે છે. પણ આ વખતે તમે કાશ્મીર જાવ તો ગુલમર્ગ અવશ્ય જાવ. અહીં તમને વિશ્વની સૌથી મોટી ઇગ્લૂ રેસ્ટોરન્ટ જોવા મળશે. તમારા જીવનસાથી ઉપરાંત, તમે પરિવાર અને બાળકો સાથે બર્ફીલા રેસ્ટોરન્ટનો આનંદ પણ લઈ શકો છો.


Delete Edit

ગુલમર્ગમાં વિશ્વની સૌથી મોટી ઇગ્લૂ રેસ્ટોરન્ટ :

વિશ્વ પ્રસિદ્ધ સ્કી રિસોર્ટ કાશ્મીરના ગુલમર્ગમાં બનેલ છે. આ રિસોર્ટની સુંદરતા જોવા માટે લોકો દૂર-દૂરથી આવે છે. પરંતુ અહીં આવનારાઓને સ્કી રિસોર્ટની સાથે અન્ય આકર્ષક સ્થળ પણ મળી શકશે. ગુલમર્ગના એક સ્થાનિક બિઝનેસમેને પ્રવાસીઓને રોમાંચક અને સુંદર યાદો આપવા માટે ઈગ્લૂ રેસ્ટોરન્ટ બનાવી છે. ગુલમર્ગની આ રેસ્ટોરન્ટ 37.5 ફૂટ ઊંચી અને 44.5 ફૂટ વ્યાસની છે. તે વિશ્વની સૌથી મોટી ઇગ્લૂ રેસ્ટોરન્ટ હોવાનું કહેવાય છે.


Delete Edit

ઈગ્લૂ 64 દિવસમાં થયું તૈયાર :

ઇગ્લૂ રેસ્ટોરન્ટ 64 દિવસમાં રાત-દિવસ મહેનત કરીને બનાવવામાં આવી છે. આ રેસ્ટોરન્ટ બનાવવા માટે 1700 લોકોને કામ આપવામાં આવ્યું હતું. આ બનાવવાનો શ્રેય સ્નો આર્ટિસ્ટ વસીમ શાહને જાય છે.


Delete Edit


ભારતનું ઇગ્લૂ સ્વિટ્ઝર્લેન્ડના ઇગ્લૂ કરતાં પણ મોટું :

વસીમ શાહે ઇગ્લૂ રેસ્ટોરન્ટનો રેકોર્ડ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં દાખલ કરવા માટે પણ અરજી કરી છે. તેમનું માનવું છે કે આ પહેલા વર્ષ 2016માં સ્વિટ્ઝરલેન્ડમાં સૌથી મોટું ઇગ્લૂ બનાવવામાં આવ્યું હતું. તેની ઊંચાઈ 33.8 ફૂટ અને વ્યાસ 42.4 ફૂટ હતો. પરંતુ ગુલમર્ગમાં ઈગ્લૂની ઊંચાઈ અને વ્યાસ વધુ છે.

Tags:    

Similar News