આ નવરાત્રીમાં સ્ટાઇલિશ અને સુંદર દેખાવા માંગો છો? તો ટ્રાઈ કરો આ આઉટફિટ્સ...!

નવરાત્રિ શરૂ થવાને હવે એક જ મહિનાની વાર છે. ત્યારે ગરબા પ્રેમીઓ તો અત્યારથી જ તેની તૈયારીઓમાં લાગી ગયા છે.

Update: 2023-09-15 09:42 GMT

નવરાત્રિ શરૂ થવાને હવે એક જ મહિનાની વાર છે. ત્યારે ગરબા પ્રેમીઓ તો અત્યારથી જ તેની તૈયારીઓમાં લાગી ગયા છે. આવી સ્થિતિમાં જો તમે ગરબાની તૈયારીઓ કરી રહ્યા છો આજે અમે તમને કેટલાક ફેશન ટ્રેન્ડ વિષે માહિતી આપીશું જે અપનાવીને તમે સુંદર અને સ્ટાઇલિસ લાગી શકો છો.

મિરર વર્ક ટ્રેન્ડમાં છે

આ નવરાત્રીમાં તમે મિરર વર્ક વાળા ચોલી પહેરી શકો છો કારણ કે તે અત્યારે ટ્રેન્ડમાં છે. તેથી તમે ગ્લાસ વર્ક ચોલી, સાડી અથવા બ્લાઉઝ પહેરી શકો છો.

મલ્ટી લેયર લહેંગા આપશે સ્ટાઇલિશ લુક

આજ કાલ મલ્ટી લેયર લહેંગાનો ખૂબ જ ટ્રેન્ડ છે. મલ્ટી લેયર લહેંગા છોકરીઓની પ્રથમ પસંદગી છે. આજ કાલ રામલીલા પેટર્ન પણ યુવક યુવતીઓની પહેલી પસંદ બની છે.

ડાર્ક કલરનો ઉપયોગ કરો

તમે બ્રાઇટ કલર પણ વિયર કરી શકો છો. તમે રાણી, લાલ, પીળા, લીલા સફેદ, વાદળી કે કેશરી રંગના ચોલી પહેરી શકો છો. આ ઉપરાંત જો તમે સિંગલ કલરના લહેંગા ના પહેરવા માંગતા હોય તો તમે મલ્ટી કલરના લહેંગા પણ પહેરી શકો છો. આ સિવાય તમે બાંધણી પ્રિન્ટ પણ પહેરી શકો છો. બાંધણી હંમેશા ફેશનમાં જ રહે છે અને તે ક્યારેય ઓલ્ડ ફેશન થતી નથી. બાંધણીમાં તમને અલગ અલગ ઘણા કલર પણ મળી રહે છે.

ટ્રેડિશનલ પહેરો

આ નવરાત્રીમાં જો તમે ગરબે રમવા જવાના હોય તો તમારે ટ્રેડિશનલ પહેરવું જોઈએ. કારણ કે પરંપરાગત કપડાં હંમેશા ફેશન માં જ હોય છે અને તે ક્યારેય આઉટ ડેટેડ થતાં જ નથી.

ક્રોપ ટોપ ટ્રાઈ કરો

ગરબા દરમિયાન તમે ક્રોપ ટોપ પણ ટ્રાઈ કરી શકો છો. ગરબા પંડાલમાં જતી વખતે તમે ક્રોપ ટોપ પહેરી શકો છો. ક્રોપ ટોપ અને સ્કર્ટ તમને સ્ટાઇલિસ સાથે ટ્રેડિશનલ લુક આપશે

Tags:    

Similar News