વડોદરા : કોરોનાની મહામારી વચ્ચે નવયુગલ સપ્તપદીના 7 ફેરા ફર્યું, મહેમાનોએ પણ કર્યું સોશિયલ ડિસ્ટન્સનું પાલન

Update: 2020-05-28 12:23 GMT

કોરોના વાઈરસની મહામારી વચ્ચે કેનેડામાં સ્થાયી થયેલા યુવાને વડોદરાની યુવતી સાથે સાદાઈથી સપ્તપદીના સાત ફેરા ફર્યા હતા, ત્યારે બન્ને પક્ષે આવેલા મહેમાનોએ પણ મોઢે માસ્ક પહેરીને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કર્યું હતું.

વડોદરામાં સરકાર દ્વારા બહાર પડાયેલી ગાઇડલાઇન મુજબ લગ્ન પ્રસંગ યોજાયો હતો. તરસાલી વિસ્તારમાં રહેતા હરીશ બોચરેના કેનેડામાં સ્થાયી થયેલા પુત્ર હાર્દિક અને કોઠી વિસ્તારમાં રહેતા સંતોષ ચૌધરીની પુત્રી અંકિતાએ કારેલીબાગ સ્થિત વેદ મંદિરમાં પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. લગ્ન પ્રસંગ દરમ્યાન બન્ને પક્ષે માત્ર 20-20 મહેમાનો જ નવદંપતીને આશિર્વાદ આપવા માટે આવ્યા હતા. જેમાં મહેમાનો પણ સોશિયલ ડિસ્ટન્સ સાથે મોઢે માસ્ક પહેરીને લગ્ન પ્રસંગમાં જોવા મળ્યા હતા. સાદગીભર્યા લગ્ન પ્રસંગમાં નવદંપતીએ મહેમાનો પાસે આશિર્વાદની સાથે સાથે કોરોના વાઈરસના સંક્રમણને અટકાવવા માટે સરકારનને સહયોગ આપવા માટેનું વચન માંગ્યું હતું. હાલ તો ઇન્ટરનેશનલ ફ્લાઇટ શરૂ થયા બાદ નવદંપતી કેનેડા જઈ પોતાની ભાવી જિંદગી પસાર કરશે, ત્યારે પુત્ર અને પુત્રવધૂનું સાંસારીક જીવન ખુશમય પસાર થાય તેવા માતા-પિતાએ આશીર્વાદ પાઠવ્યા હતા.

Tags:    

Similar News