વલસાડ : માનદ વેતન વધારવાની માંગ સાથે 100થી વધુ ઈન્ટર્ન ડોક્ટરોની હડતાળ

Update: 2020-12-14 09:53 GMT

વલસાડ જિલ્લાની સિવિલ હોસ્પિટલના ઈન્ટર્ન ડોક્ટરો વેતન વધારવાની માંગ સાથે હડતાળ પર ઉતર્યા છે. જેમાં 100થી વધુ ઇન્ટર્ન ડોક્ટરો સોમવારના રોજથી કોરોના વોર્ડમાં સેવા સહિતના તમામ કાર્યોથી અળગા રહી હડતાળ ઉપર ઉતરી ગયા છે.

સમગ્ર દેશમાં આયુર્વેદિક ડોક્ટરોને 58 પ્રકારની સર્જરી માટે મંજૂરી આપવાના નિર્ણયનો વિવાદ ચાલી રહ્યો છે. તો બીજી તરફ રાજ્યના તમામ ઈન્ટર્ન ડોક્ટરોએ હવે સ્ટાઇપન્ડ અને માનદ વેતન વધારવાની માટેની માંગણી સાથે આજથી કોરોના વોર્ડ સહિતની તમામ સેવાઓથી અળગા રહી હડતાળ પર ઊતરી ગયા છે, ત્યારે વલસાડની સિવિલ હોસ્પિટલ ખાતે પણ ડોક્ટરોએ ભેગા થઈ પ્લેકાર્ડ સાથે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. જોકે કોરોનાના સમયગાળામાં પણ અન્ય રાજ્ય કરતાં ઓછું વેતન ગુજરાત સરકાર ડોક્ટરોને આપી રહી હોવાનો ઈન્ટર્ન ડોક્ટરોએ આક્ષેપ કર્યો છે.

રાજ્યભરના સરકારી ઈન્ટર્ન ડોક્ટરો એપ્રિલ માસથી કોવિડ સેન્ટરમાં સતત ફરજ બજાવી રહ્યા છે. જેમાં 300 જેટલા ડોક્ટરો કોરોના સંક્રમિત પણ થયા છે. સિનિયર ડોક્ટરો સાથે તેઓ સતત ખડેપગે ફરજ બજાવી રહ્યા છે, ત્યારે તેમને રૂપિયા 12,800 જેટલું વેતન આપવામાં આવી રહ્યું છે. જે ગુજરાત સરકાર દ્વારા અન્ય રાજ્યના ડોક્ટરોને મળતા વેતન મુજબ ઓછું છે. વેતન વધારવા માટે નાયબ મુખ્યમંત્રી, આરોગ્ય સચિવ સહિતના અધિકારીને વારંવાર રજૂઆત કરી હોવા છતાં આજદિન સુધી કોઈ નિર્ણય લેવાયો નથી. જેથી માંગણીઓ નહીં સ્વીકારાય ત્યાં સુધી વલસાડ સિવિલ હોસ્પિટલના આશરે 100 વધુ ઇન્ટર્ન ડોક્ટરોએ હડતાળ પર રહેવાની ચીમકી ઉચ્ચારી છે.

Tags:    

Similar News