અમદાવાદ : આઠ વિધાનસભા બેઠક પર મંગળવારે મતદાન, પરિણામ માટે 10 તારીખ સુધી જોવી પડશે રાહ

Update: 2020-11-02 11:06 GMT

રાજ્યમાં વિધાનસભાની ખાલી પડેલી ૮ બેઠક માટે આગામી ૩ નવેમ્બરના રોજ પેટા ચૂંટણી યોજાઈ રહી છે. જેના પ્રચારના પડઘમ શાંત થઇ ગયા છે ચૂંટણી પંચની જોગવાઈ મુજબ હવે કોઈ પાર્ટી કે ઉમેદવાર જાહેર સભા કે પ્રચાર નું કાર્ય થઇ શકશે નહિ પરંતુ ઉમેદવારો અને કાર્યકર્તા ખાટલા બેઠક યોજી શાંતિ પૂર્વક પ્રચાર કાર્ય કરી શકશે…

ગુજરાતની 8 બેઠકોની પેટાચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત થઈ ગયા છે અને આવતીકાલે મતદારો 8 બેઠકો પર પરિવર્તન આવશે કે કેમ તે નક્કી કરશે. આ 8 બેઠકો પર ભાજપ-કોંગ્રેસ મુખ્ય પક્ષો સાથે પેટાચૂંટણીમાં કુલ 80 ઉમેદવારો મેદાને છે. પેટાચૂંટણીના કુલ 80 ઉમેદવારમાંથી માત્ર 4 મહિલા ઉમેદવારો છે.ભાજપ અને કોંગ્રેસ સહિતની ગુજરાતમાં રહેલી રાજકીય પાર્ટીઓ તથા અપક્ષ ઉમેદવારો પ્રચાર માટે ગામડાઓ ખુંદી રહ્યા છે અને મતદાતાઓને મનાવવા પ્રયાસ શરૂ થઈ ગયા છે. કોરોનાની મહામારી વચ્ચે પણ સભા, જમણવાર વગેરે કાર્યક્રમ રાખવામાં આવતા સામાજીક અંતરના ધજાગરા ઉડતા પણ ક્યાંકને ક્યાંક જોવા મળ્યા હતા

આ 8 બેઠકો પર કુલ 80 ઉમેદવારોમાંથી 14 એવા ઉમેદવારો છે, જે ગુનાહિત ઈતિહાસ ધરાવે છે અને 7 સામે તો ગંભીર ગુના દાખલ થયેલા છે. ભાજપના 8માંથી 3, કોંગ્રેસના 8 પૈકી 2, બીટીપીના 2માંથી 1, જ્યારે 8 અપક્ષ ઉમેદવાર ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. એમાં બીટીપીનો 1, ભાજપના 2 અને 4 અપક્ષ ઉમેદવારો સામે ગંભીર ગુના દાખલ થયેલા છે. 2 ઉમેદવારની સામે ખૂનની કોશિશ જેવો ગંભીર ગુનો દાખલ થયેલો છે.. અબડાસા અને કરજણ બેઠક પર 3થી વધુ ઉમેદવારો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે રાજ્યમાં 8 બેઠક અબડાસા, લીંબડી, મોરબી, ધારી, ગઢડા, કરજણ, ડાંગ અને કપરાડા બેઠક પર મતદાન યોજાશે

8 બેઠકોની પેટા ચૂંટણીને લઇ મતદાન કેન્દ્રો પર લોખંડી બંદોબસ્ત અત્યારથી ગોઠવી દેવામાં આવ્યો છે. દરેક જિલ્લાની સીમા અને એન્ટ્રી પોઇન્ટ પર પોલીસ ચેક પોઇન્ટ ઉભા કરવામાં આવ્યા છે તો સાથે ચુંટણી પંચની અલગ અલગ ટિમો પણ તૈનાત કરવામાં આવી છે. પોલીસ ની સાથે એસઆરપી ના જવાનો પણ મતદાન કેન્દ્રો પર તૈનાત રહેશે.

Tags:    

Similar News