ચીન કરશે તાલિબાનને મદદ! નવું અફઘાનિસ્તાન બનાવવા આર્થિક મદદ કરશે !

Update: 2021-09-03 06:35 GMT

અફઘાનિસ્તાનમાં શાસન સંભાળવાની તૈયારી કરનાર તાલિબાને ફંડ્સને લઈને તેઓ ચીન પર નિર્ભર હોવાનું જણાવ્યું છે, કેમ કે ચીન તેમના સૌથી વિશ્વાસપાત્ર સહયોગી છે. તાલિબાનમાં નંબર ટૂની પોઝિશન પર રહેલા મુલ્લા અબ્દુલ ગની બરાદરે થોડા દિવસ પહેલાં જ બીજિંગની મુલાકાત કરી હતી.

આ દરમિયાન ચીનના વિદેશમંત્રી સાથે વાતચીત કરી હતી. હવે આ મુલાકાતનો હેતુ ગુરુવારે આપેલા નિવેદનથી સ્પષ્ટ થઈ ગયો છે. અફઘાનિસ્તાનમાં 3 ટ્રિલિયન ડોલર (લગભગ 200 લાખ કરોડ રૂપિયા)ની ખનીજ સંપત્તિ છે, જેના પર દુનિયાની ફેક્ટરી તરીકે સ્થાપિત થવા માગે છે. તાલિબાન ચીનને વિશ્વાસ અપાવી ચૂક્યું છે કે તેઓ ઉઇગર મુસ્લિમોનાં કટ્ટરપંથી તત્ત્વને અંકુશમાં રાખશે.

અફઘાનિસ્તાનની જમીનનો ઉપયોગ ચીન વિરુદ્ધ નહીં કરવામાં આવે. જોકે તાલિબાને ભારત સહિત સમગ્ર દુનિયાને એવો વિશ્વાસ આપવાનો પ્રયાસ કર્યો છે કે અફઘાનિસ્તાનની જમીનનો ઉપયોગ કોઈપણ દેશ વિરુદ્ધના ષડયંત્ર માટે નહીં થાય. તાલિબાનના પ્રવક્તા ઝબીઉલ્લાહ મુઝાહિદે ઈટાલીના અખબાર 'લા રિપબ્લિકા'ને ઈન્ટરવ્યુ આપ્યો હતો, જેમાં તેમણે તાલિબાન અને ચીનના નજીકના સંબંધો અંગે ખુલાસો કર્યો છે. મુઝાહિદે કહ્યું હતું- અફઘાનિસ્તાનની ઈકોનોમી ઘણી જ ખરાબ હાલતમાં છે. અમારે દેશ ચલાવવા માટે ફંડ્સની જરૂરિયાત છે.

હાલ અને શરૂઆતી તબક્કામાં અમે ચીનની મદદથી આર્થિક સ્થિતિ સુધારવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.તાલિબાને 15 ઓગસ્ટે કાબુલ પર જીત મેળવી એ સાથે જ આખા દેશ પર કબજો જમાવી લીધો. 31 ઓગસ્ટ સુધીમાં તમામ વિદેશી સૈનિક અફઘાનિસ્તાન છોડીને જતા રહ્યા. એ બાદ અફઘાનિસ્તાનના તમામ ફોરેન ફંડ્સને અમેરિકા અને બીજા પશ્ચિમી દેશોએ ફ્રીઝ કરી દીધાં. ચીન આ તકનો લાભ ઉઠાવતા જોવા મળી રહ્યું છે.

Tags:    

Similar News