અમેરિકામાં સર્જાયેલ સૌથી મોટી ટેક્નિકલ ખામીથી વિમાન સેવા બંધ, 700થી વધુ ફ્લાઈટ કેન્સલ, મુસાફરો અટવાયા..!

અમેરિકામાં નોટિસ ટુ એર મિશન સિસ્ટમમાં ખામી સર્જાતા વિમાન સેવા બંધ રહેતા મુસાફરો અટવાયા હતા. જેમાં 700થી વધુ ફ્લાઇટ્સ કેન્સલ કરવામાં આવી હતી.

Update: 2023-01-11 12:39 GMT

અમેરિકામાં નોટિસ ટુ એર મિશન સિસ્ટમમાં ખામી સર્જાતા વિમાન સેવા બંધ રહેતા મુસાફરો અટવાયા હતા. જેમાં 700થી વધુ ફ્લાઇટ્સ કેન્સલ કરવામાં આવી હતી.

મળતી માહિતી અનુસાર, નોટિસ ટુ એર મિશન સિસ્ટમમાં ખામી સર્જાતા અમેરિકામાં લગભગ 760 ફ્લાઇટ્સ મોડી અથવા તો તેને ગ્રાઉન્ડ કરવામાં આવી છે. સિવિલ એવિએશનની વેબસાઈટ પર આ વાતની પુષ્ટિ કરવામાં આવી છે. સમગ્ર મામલે એજન્સીએ જણાવ્યુ હતું કે, ફેડરલ એવિએશન એજન્સીએ એક એડવાઈઝરી જારી કરી છે. જેમાં નોટિસ ટુ એર મિશન સિસ્ટમ 'ફેલ' થઈ ગઈ છે, તે ક્યારે ઠીક થશે તે અમે કહી શકતા નથી. જોકે, તેને વહેલી તકે ઠીક કરવાના પ્રયાસો ચાલુ છે. આ ઉપરાંત લગભગ 400 ફ્લાઈટ્સ મોડી ચાલી રહી છે. જેમાં સ્થાનિક અને વિદેશી ફ્લાઇટ ઓપરેશન્સનો સમાવેશ થાય છે. અમેરિકન સમય અનુસાર આ ટેકનિકલ ખામી સવારે લગભગ 5.31 વાગ્યે સામે આવી હતી. જોકે, હજુ સુધી એ સ્પષ્ટ થયું નથી કે આ પાછળ મહત્વનું શું કારણ છે. એવિએશનની વેબસાઈટ પર કહેવામાં આવ્યું છે કે, કોમ્પ્યુટર સિસ્ટમમાં ટેક્નિકલ ખામીને કારણે આમ થયું છે, ત્યારે વહેલી તકે ટેકનિકલ સ્ટાફ આ સિસ્ટમ રિપેર કરવામાં કામે લાગ્યો છે.

Tags:    

Similar News