ઈમરાન ખાન: પાકિસ્તાનની આર્થિક સ્થિતિ ભારત કરતા સારી, બીજી તરફ IMF પાસે માંગી એક અબજ ડોલરની મદદ

ગરીબ પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને દાવો કર્યો છે કે પાકિસ્તાનની અર્થવ્યવસ્થા ભારત કરતા સારી છે.

Update: 2022-01-12 10:18 GMT

ગરીબ પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને દાવો કર્યો છે કે પાકિસ્તાનની અર્થવ્યવસ્થા ભારત કરતા સારી છે. ઈમરાન ખાનનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે પાકિસ્તાન 1 અબજ ડોલરની લોન માટે ઈન્ટરનેશનલ મોનેટરી ફંડના દરવાજા પર ઉભું છે.

વર્ષ 2018માં સત્તામાં આવેલા ઈમરાન ખાને છેલ્લા 3 વર્ષમાં 40 અબજ ડોલરની લોન લીધી છે અને અત્યાર સુધી લોન લેવાના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. ઈમરાન ખાન હંમેશા પોતાને પાકિસ્તાનને સંકટમાંથી બચાવનાર બતાવે છે. તે ઘણીવાર કહે છે કે કોઈ દેશ ખૂબ જ દેવું ત્યારે જ લે છે જ્યારે તેના નેતાઓ પોતે ભ્રષ્ટ હોય છે. ઇમરાન ખાને સત્તામાં આવતા પહેલા દાવો કર્યો હતો કે તેઓ લોન માટે વિનંતી કરવાને બદલે પોતાનો જીવ આપવાનું પસંદ કરશે. જો કે સત્તામાં આવ્યા બાદ ઈમરાન ખાન પોતાના નિવેદનો ભૂલી ગયા છે. તેણે છેલ્લા 3 વર્ષમાં $40 બિલિયનની લોન લઈને અગાઉના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે.

Tags:    

Similar News