ભારત-પાકિસ્તાન સૈનિકોએ એકબીજાને દિવાળીની શુભેચ્છા પાઠવી, પાક રેન્જર્સે આપી મીઠાઇ

દિવાળીના શુભ અવસર પર, BSF અને પાક રેન્જર્સે ગુજરાતમાં ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય બોર્ડર અને રાજસ્થાનમાં બાડમેર બોર્ડર પર મીઠાઈઓ અને શુભેચ્છાઓની આપલે કરી.

Update: 2022-10-25 06:41 GMT

દિવાળીના શુભ અવસર પર, BSF અને પાક રેન્જર્સે ગુજરાતમાં ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય બોર્ડર અને રાજસ્થાનમાં બાડમેર બોર્ડર પર મીઠાઈઓ અને શુભેચ્છાઓ ની આપલે કરી. આ વિનિમય બાડમેર જિલ્લાના મુનાબાઓ, ગધરા, કેલનોર, સોમરાર અને ગુજરાતના બનાસકાંઠા અને કચ્છ જિલ્લાની આંતરરાષ્ટ્રીય સરહદો પર થયો હતો.ભારત અને પાકિસ્તાનના સૈનિકો દિવાળીના અવસર પર પંજાબમાં અમૃતસરની આંતરરાષ્ટ્રીય સરહદે શાંતિ અને સૌહાર્દ અને પ્રોત્સાહન આપવા માટે દર વર્ષે મીઠાઈ નું આદાન પ્રદાન કરે છે.

આ વર્ષે પણ દિવાળી પ્રસંગે બંને દેશોના સૈનિકો એ એકબીજાને શુભેચ્છાઓ પાઠવી હતી.BSF એ જણાવ્યું હતું કે દિવાળીના અવસર પર પંજાબ અટારી-વાઘા બોર્ડર પર બોર્ડર સિક્યોરિટી ફોર્સ અને પાકિસ્તાન રેન્જર્સે એકબીજાને મીઠાઈઓ આપી હતી. ભારતીય જવાનોએ તેમના સમકક્ષો ને મીઠાઈ આપી ને શુભેચ્છા પાઠવી હતી જ્યારે પાકિસ્તાની રેન્જર્સે પણ મીઠાઈ ઓ આપી ને દિવાળીની શુભેચ્છા પાઠવી હતી આ ઉપરાંત ભારત-પાકિસ્તાનની અન્ય સરહદો સહિત ભારત-બાંગ્લાદેશ સરહદ પર પણ સૈનિકોએ આ જ રીતે મીઠાઈની આપ-લે કરી હતી. આ પરંપરા ઘણા વર્ષોથી આવી રીતે જ ચાલી આવે છે. આ પહેલા 15 ઓગસ્ટ સ્વતંત્રતા દિવસના અવસર પર BSF જવાનોએ પાકિસ્તાન રેન્જર્સ ને મીઠાઈ અર્પણ કરી હતી.BSF એ કહ્યું કે તહેવારો પર આવી મીઠાઈઓ અને શુભેચ્છાઓ આપ-લે કરવા થી પરસ્પર સૌહાર્દ અને ભાઈચારો વધે છે. આ સાથે સરહદની બંને તરફ તૈનાત દળો વચ્ચે પણ શાંતિપૂર્ણ માહોલ સર્જાયેલો રહે છે.

Tags:    

Similar News