ઇઝરાયેલની સેના દળોએ ગાઝા પટ્ટીમાં ઓપરેશનને વધુ તીવ્ર બનાવ્યું, ગાઝામાં ઈન્ટરનેટ અને મોબાઈલ ફોન સેવાઓ સ્થગિત થતાં દુનિયા સાથેનો સંપર્ક તૂટયો

Update: 2023-10-28 04:15 GMT

હમાસ અને ઇઝરાયેલ વચ્ચેનું યુદ્ધ શનિવાર, તા. 28 ઓક્ટોબરના રોજ 22માં દિવસે પહોંચ્યું છે. બંને તરફથી અત્યાર સુધીમાં 8,700થી વધુ લોકો માર્યા ગયા છે. ઇઝરાયેલી સેનાના મુખ્ય પ્રવક્તાએ કહ્યું કે ઇઝરાયેલની વાયુસેના અને જમીન દળોએ ગાઝા પટ્ટીમાં ઓપરેશનને વધુ તીવ્ર બનાવ્યું છે. આ સિવાય ઈઝરાયેલે ગાઝામાં ઈન્ટરનેટ અને મોબાઈલ ફોન સેવાઓ પણ સ્થગિત કરી દીધી છે, જેના કારણે ગાઝાના લોકોનો હવે બહારની દુનિયા સાથેનો સંપર્ક તૂટી ગયો છે.

વિદેશી મીડિયાના અહેવાલો અનુસાર, રાત પડતાની સાથે જ ઈઝરાયેલની સેનાએ ગાઝામાં ભારે બોમ્બમારો શરૂ કરી દીધો હતો. ઈઝરાયેલની સેના ગાઝા પટ્ટીમાં કામગીરી વધારી રહી છે. હમાસનું કહેવું છે કે તેના લડવૈયાઓ અલગ-અલગ વિસ્તારોમાં ઈઝરાયેલી સૈનિકોનો સામનો કરી રહ્યા છે.

ઇઝરાયેલી સુરક્ષા દળોએ તેમના તાજેતરના હુમલાઓ વિશે વધુ વિગતો શેર કરતાં જણાવ્યું હતું કે ભૂમિ સૈનિકો, યુદ્ધ વિમાનો અને ડ્રોને હમાસ વિરોધી ટેન્ક મિસાઇલ લોન્ચ પેડ્સ, કમાન્ડ સેન્ટર્સ અને કંટ્રોલ રૂમ પર હુમલો કર્યો હતો. IDF એ પણ કહ્યું કે પેલેસ્ટિનિયન આતંકવાદી જૂથ હમાસના કાર્યકરો પર હુમલો કરવામાં આવ્યો હતો. આ સિવાય ઈઝરાયલે ગાઝામાં હવાઈ હુમલા તેજ કર્યા છે. તેના પર સતત સફેદ ફોસ્ફરસ બોમ્બનો ઉપયોગ કરવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે.

Tags:    

Similar News