ઈટલીના આલ્પાઇન ગ્લેશિયરનો મોટો ભાગ તૂટ્યો, છના મોત, 18 લોકો બરફની ભેખડોમાં દટાયા

ઈટાલીમાં આલ્પાઈન ગ્લેશિયરનો મોટો હિસ્સો ધરાશાયી થઈ ગયો છે. તેની ઝપેટમાં આવને કારણે 6 લોકોના મોત થયા હતા.

Update: 2022-07-04 09:35 GMT

ઈટાલીમાં આલ્પાઈન ગ્લેશિયરનો મોટો હિસ્સો ધરાશાયી થઈ ગયો છે. તેની ઝપેટમાં આવને કારણે 6 લોકોના મોત થયા હતા. જ્યારે અન્ય આઠ લોકો ઘાયલ થયા હતા. 18 લોકો બરફ અને ખડકોના કાટમાળ નીચે ફસાયેલા છે. આ ઘટના પુંતા રોકા પાસે માઉન્ટ માર્મોલાડા પર બની હતી. તે ઇટાલિયન ડોલોમાઇટ્સમાં સૌથી ઊંચો પર્વત છે. મારમોલાડાની ઊંચાઈ 11,000 ફૂટ છે. ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે પાંચ હેલિકોપ્ટર અને સ્નિફર ડોગની મદદ લેવામાં આવી રહી છે.બે ઘાયલોને બેલુનોની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. એકને ગંભીર હાલતમાં ટ્રેવિસોની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. પાંચ લોકોને ટ્રેન્ટોની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

આ ગ્લેશિયર તૂટવાનું કારણ શું છે તે જાણી શકાયું નથી, પરંતુ ઇટાલીમાં છેલ્લા મહિનાથી તીવ્ર ગરમી પડી રહી છે. માનવામાં આવે છે કે આ કારણે ગ્લેશિયર તૂટ્યું હતું. હવામાનશાસ્ત્રીઓ પણ ગ્લોબલ વોર્મિંગને કારણ માને છે. દરમિયાન, ઇટાલીના આલ્પાઇન પર્વતોના એક ભાગને તાડપત્રી બિછાવીને તેને સૂર્યથી બચાવવા માટે પ્રાયોગિક રીતે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.ઈટાલિયન સરકારે આ કામ કેરોસેલો ટોનાલે નામની કંપનીને સોંપ્યું હતું. હવે જોવાનું એ રહેશે કે આ પ્રયોગ ગ્લેશિયરને પીગળતા અને તૂટતા બચાવશે કે કેમ. જો આ તાડપત્રી સૂર્યના કિરણોને સફેદ રંગથી વાળવામાં સફળ થાય તો ગ્લેશિયર્સને બચાવવાની આ ટેકનિક વિશ્વભરમાં લોકપ્રિય બની શકે છે.

Tags:    

Similar News