મેક્સિકોને તેનું પ્રથમ ભગવાન રામ મંદિર મળ્યું, અમેરિકન પૂજારીએ કરી પૂજા..!

મેક્સિકોને રવિવારે અયોધ્યામાં રામ મંદિરના 'પ્રાણ પ્રતિષ્ઠા' (અભિષેક) સમારોહના અવસરે તેનું પહેલું ભગવાન રામ મંદિર મળ્યું.

Update: 2024-01-22 11:21 GMT

મેક્સિકોને રવિવારે અયોધ્યામાં રામ મંદિરના 'પ્રાણ પ્રતિષ્ઠા' (અભિષેક) સમારોહના અવસરે તેનું પહેલું ભગવાન રામ મંદિર મળ્યું. આ મંદિર ક્વેરેટારો શહેરમાં આવેલું છે. તમને જણાવી દઈએ કે આ મંદિરને 'પ્રાણ પ્રતિષ્ઠા' સમારોહ પછી સત્તાવાર રીતે ખોલવામાં આવશે.

આ મંદિરમાં હાજર ભગવાનની મૂર્તિ ભારતથી લાવવામાં આવી છે. મેક્સિકન યજમાનોની હાજરીમાં અમેરિકન પૂજારીઓ દ્વારા મંદિરમાં પૂજા કરવામાં આવી હતી. આ કાર્યક્રમ NRIs દ્વારા ગાયેલા સુંદર ભજનો અને ગીતોથી ભરપૂર હતો.

મંદિરની જાહેરાત કરતાં મેક્સિકોમાં ભારતીય દૂતાવાસે લખ્યું, 'મેક્સિકોમાં પ્રથમ ભગવાન રામ મંદિર! અયોધ્યામાં 'પ્રાણ પ્રતિષ્ઠા' સમારોહની પૂર્વસંધ્યાએ, મેક્સિકોનું ક્વેરેટો શહેર પ્રથમ ભગવાન રામ મંદિરનું ઘર બની ગયું છે. ક્વેરેટરોમાં મેક્સિકોનું પ્રથમ ભગવાન હનુમાન મંદિર પણ છે.

Tags:    

Similar News