નાગરિકતા સંશોધન કાયદા CAA સાથે જોડાયેલી 200થી વધારે અરજીઓ પર SCમાં આજે સુનાવણી

નાગરિકતા સંશોધન કાયદા (CAA)ની સંવૈધાનિક તેને પડકારતી અરજી પર સુપ્રીમ કોર્ટ આજે એટલે કે સોમવારે સુનાવણી કરશે.

Update: 2022-09-12 06:15 GMT

નાગરિકતા સંશોધન કાયદા (CAA)ની સંવૈધાનિક તેને પડકારતી અરજી પર સુપ્રીમ કોર્ટ આજે એટલે કે સોમવારે સુનાવણી કરશે. દેશની સર્વોચ્ચ અદાલતમાં આ વિષય પર 200થી વધુ જાહેર હિતની અરજી (PILs) દાખલ કરવામાં આવી છે.ચીફ જસ્ટિસ યુ.યુ. લલિતની આગેવાની હેઠળની બેંચ CAAની માન્યતાને પડકારતી અરજી પર સુનાવણી કરશે. સુપ્રીમ કોર્ટની વેબસાઇટ પર અપલોડ કરેલી કારણ યાદી મુજબ ચીફ જસ્ટિસ અને જસ્ટિસ એસ. રવીન્દ્ર ભટની બેંચ સમક્ષ સુનાવણી માટે 220 અરજી લિસ્ટેડ છે, જેમાં CAA વિરુદ્ધ ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ (IUML)ની મુખ્ય અરજીનો સમાવેશ થાય છે.

આ સિવાય ચીફ જસ્ટિસ ની આગેવાની હેઠળની બેંચ કેટલીક અન્ય પીઆઈએલની પણ સુનાવણી કરવાની છે, જેમાં વી ધ વુમન ઓફ ઇન્ડિયા નામની સંસ્થા દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી નો સમાવેશ થાય છે.CAA હેઠળ, 31 ડિસેમ્બર, 2014 ના રોજ અથવા તે પહેલાં પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનના ભારતમાં આવેલા બિન-મુસ્લિમ પ્રવાસીઓને ભારતીય નાગરિકત્વ આપવાની જોગવાઈ છે. કાયદાના અમલીકરણ પર રોક લગાવવાનો ઇનકાર કરતા, સર્વોચ્ચ અદાલતે 18 ડિસેમ્બર, 2019 ના રોજ સંબંધિત અરજી પર કેન્દ્ર સરકારને નોટિસ જાહેર કરી હતી.સુપ્રિમે કેન્દ્ર સરકારને નોટિસ જાહેર કરીને જાન્યુઆરી 2020ના બીજા સપ્તાહ સુધીમાં જવાબ દાખલ કરવા જણાવ્યું હતું. જો કે, કોરોનાની સ્થિતિને પગલે આ મામલો સુનાવણી માટે આવી શક્યો ન હતો કારણ કે તેમાં મોટી સંખ્યામાં લોકો સામેલ હતા

Tags:    

Similar News