20 જીંદગી જીવતી ભુંજાય..! પાકિસ્તાનના પિંડી ભટ્ટિયાનમાં બસમાં આગ લાગતાં 20 લોકો જીવતા ભુંજાયા

આગ એટલી ભયાનક હતી કે આખી બસ બળીને ખાખ થઈ ગઈ હતી. પોલીસ દ્વારા આ ઘટનાનું કારણ પણ આપવામાં આવ્યું છે

Update: 2023-08-20 06:30 GMT

પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં એક ભયાનક દુર્ઘટનાના થઈ છે જેમાં પ્રાંતના પિંડી ભટ્ટિયાન શહેરમાં સવારે એક બસમાં આગ લાગી હતી. આ બસમાં લાગેલી આગમાં 20 લોકોના મોત થયા છે, જ્યારે 7 લોકો ગંભીર રીતે દાઝી ગયા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે અકસ્માતમાં સામેલ બસમાં 40થી વધુ લોકો મુસાફરી કરી રહ્યા હતા. સ્થાનિક સમાચારના અહેવાલ મુજબ પોલીસે જણાવ્યું છે કે જે બસમાં આગ લાગી તે રાજધાની ઈસ્લામાબાદથી કરાચી તરફ જઈ રહી હતી. બચાવ કાર્યમાં જોડાયેલા અધિકારીઓનું કહેવું છે કે બસ પિંડી ભટ્ટિયાન પાસે પહોંચી ત્યારે આગ લાગવાની દુર્ઘટના બની હતી.

અહીં પહોંચતા જ બસમાં અચાનક આગ લાગી ગઈ હતી અને બસમાંથી આગના ગોટા બહાર નીકળી રહ્યા હતા. આગ એટલી ભયાનક હતી કે આખી બસ બળીને ખાખ થઈ ગઈ હતી. પોલીસ દ્વારા આ ઘટનાનું કારણ પણ આપવામાં આવ્યું છે. પોલીસનું કહેવું છે કે બસ પોતાની ગતિએ જઈ રહી હતી ત્યારે તે પિક-અપ વાન સાથે અથડાઈ હતી. આ વાનમાં ડીઝલનો મોટો જથ્થો ભરાયો હતો. આ જ કારણ હતું કે ટક્કર બાદ તરત જ બસમાં આગ લાગી હતી. આ અકસ્માત એટલો ભયંકર હતો કે તેમાં એક ડઝનથી વધુ લોકોએ જીવ ગુમાવ્યો હતો. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

Tags:    

Similar News