સોનમ કપૂર, ટોમ ક્રૂઝ, વિન્ની ધ પૂહ પણ રાજ્યાભિષેક સમારોહમાં હાજર રહેશે, કિંગ ચાર્લ્સ બ્રિટનના 40મા રાજા બનશે

રાજયાભિષેક સમારોહ પાછળ 100 મિલિયન પાઉન્ડ એટલે કે 1000 કરોડ રુપિયા જેટલો ખર્ચ થશે તેવો અંદાજ મુકાઈ રહ્યો છે

Update: 2023-04-30 06:53 GMT

બ્રિટનના રાજવી પરિવાર પર દુનિયાની હંમેશા નજર રહેતી હોય છે ત્યારે 6 મેના રોજ યોજનારા આ સમારોહ માટે દુનિયાભરના દેશોના નેતાઓ તથા વિવિધ સેલિબ્ર્ટી સહિત 2000 લોકોને આમંત્રણ અપાયુ છે. બ્રિટનમાં મોંઘવારીથી લોકો ભારે પરેશાન છે અને વિના મુલ્યે ભોજન વિતરણ કરતા કેન્દ્રો પર નિર્ભર રહેનારાની સંખ્યા વધી રહી છે ત્યારે આ રાજયાભિષેક સમારોહ પાછળ 100 મિલિયન પાઉન્ડ એટલે કે 1000 કરોડ રુપિયા જેટલો ખર્ચ થશે તેવો અંદાજ મુકાઈ રહ્યો છે અને આ આંકડો જાણીને બ્રિટનમાં પણ ઘણા લોકો નારાજગી વ્યક્ત કરી રહ્યા છે.

કારણકે તેમને લાગી રહ્યુ છે કે, આ ખર્ચ છેવટે તો કરદાતાઓએ જ ભોગવવો પડશે.આ અવસર પર 7 મેના રોજ રાજ્યાભિષેક દરમિયાન યોજાનાર કોન્સર્ટમાં બોલીવુડ અભિનેત્રી સોનમ કપૂર પણ હાજરી આપશે. વેરાયટીના અહેવાલ અનુસાર સોનમ કપૂર કોમનવેલ્થના વર્ચ્યુઅલ ગાયકનો પરિચય કરશે અને ટૂંકું ભાષણ આપશે, હાલમાં, સોનમ તેના પતિ આનંદ આહુજા અને પુત્ર વાયુ સાથે લંડનમાં છે. આ દરમિયાન, પ્રથમ વખત, સોનમ બ્રિટિશ રાજ ઘરાનાના કોઈ શાહી કાર્યક્રમનો ભાગ બનશે.

Tags:    

Similar News